Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalસી-પ્લેન સેવાઃ દેશમાં 14 વોટર એરોડ્રોમ બનાવાશે

સી-પ્લેન સેવાઃ દેશમાં 14 વોટર એરોડ્રોમ બનાવાશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા નજીકના સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક અને અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ વચ્ચે દેશની સૌપ્રથમ સી-પ્લેન સેવાને સફળતાપૂર્વક શરૂ કરાવી તે પછી સરકાર દેશભરમાં 14 વધુ વોટર એરોડ્રોમ્સ બાંધવા વિચારે છે.

આનાથી લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર, આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિત અનેક રૂટ્સ પર સી-પ્લેન સેવા શરૂ કરી શકાશે.

શિપિંગ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર દેશભરમાં ‘ઉડાન’ યોજના અંતર્ગત વધુ 14 વોટર એરોડ્રોમ્સ બનાવવા વિચારે છે. આ માટે હાઈડ્રોગ્રાફિક સર્વે કરવાની એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IWAI)ને વિનંતી કરી છે.

ગુજરાતમાં સી-પ્લેન સેવા શરૂ કરાયા બાદ હવે દેશભરમાં અનેક રૂટ પર આવી સેવા નિયમિત ધોરણે શરૂ કરવાનું વિચારણા હેઠળ છે, એમ કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે.

કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયા

IWAI સંસ્થાએ જ ગુજરાતમાં સી-પ્લેન સેવા માટે વિક્રમી સમયમાં કોંક્રીટની જેટ્ટીઓ બાંધી આપી છે. હવે એ જ સંસ્થાને હાઈડ્રોગ્રાફિક સર્વે કરવાનું તેમજ ફ્લોટિંગ જેટ્ટીઓ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

ગુજરાતમાં દેશની પહેલી સી-પ્લેન સેવા શરૂ કરવા માટે સ્પાઈસજેટ એરલાઈને માલદીવમાંથી એક સીપ્લેન ચાર્ટર કર્યું છે અને દેશમાં જ્યારે અન્ય સ્થળોએ પણ આવી સેવા શરૂ કરવાનું નક્કી થશે ત્યારે એ આવા વધુ સીપ્લેન ભાડેથી મેળવશે.

આ સીપ્લેન્સ ‘ટ્વિન ઓટ્ટર્સ’ છે. દુનિયાભરમાં છેલ્લા 40 વર્ષોથી 14-સીટવાળા ટ્વિન ઓટ્ટર સૌથી વધુ વેચાતા પેસેન્જર એરપ્લેન્સ છે.

શનિવારે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મતિથિ નિમિત્તે વડા પ્રધાન મોદીએ કેવડિયામાં સી-પ્લેન સેવાની લોકાર્પણ વિધિ સંપન્ન કરી હતી. એ પોતે કેવડિયામાં સરદાર પટેલના સ્મારક ખાતેથી સી-પ્લેનમાં બેસીને અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ગયા હતા. આશરે 200 કિ.મી.નું તે અંતર આશરે 40 મિનિટમાં પૂરું કરાયું હતું.

સાબરમતી રીવરફ્રન્ટ  ખાતે અને સરદાર સરોવર ડેમ નજીક તળાવ-3 ખાતે ફ્લોટિંગ જેટ્ટી અને વોટર એરોડ્રોમ મકાન બાંધવામાં આવ્યા છે, જ્યાંથી પ્રવાસીઓ વિમાનમાં ચડી શકે છે અને એમાંથી ઉતરી શકે છે.

આ સેવા સ્પાઈસજેટની માલિકીની પેટા-કંપની સ્પાઈસ શટલ દ્વારા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ-કેવડિયા વચ્ચે રોજની બે ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular