Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsNationalસરકાર ધર્માંતરણ સામે કર્ણાટકમાં મિશનરી ચર્ચોની તપાસ કરાવશે

સરકાર ધર્માંતરણ સામે કર્ણાટકમાં મિશનરી ચર્ચોની તપાસ કરાવશે

બેંગલુરુઃ કર્ણાટકમાં પછાત જાતિઓ અને અલ્પસંખ્યક કલ્યાણની બંધારણીય સમિતિએ રાજ્યના મિશનરી ચર્ચોના સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. એનો ઉદ્દેશ ગેરકાયદે રીતે ચાલી રહેલા ચર્ચ અને જબરજસ્તી ધર્માંતરણને રોકવાનો છે. સરકાર કેટલાય વિભાગ અને જિલ્લાઓના કમિશનર દ્વારા આ સર્વે કરાવશે. 13 ઓક્ટોબરે ભાજપના વિધાનસભ્ય શેખરની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિધાનસભ્યએ જણાવ્યું હતું કે રાજ્યમાં જબરદસ્તી ધર્માંતરણ અટકાવવા માટે આ પગલું જરૂરી છે.

તેમણે કહ્યું હતું કે પછાત જાતિઓના પ્રતિનિધિઓ અને અલ્પસંખ્યક વિભાગ, ગૃહ, રેવન્યુ અને કાયદા વિભાગે પણ કહ્યું છે કે રાજ્યમાં આશરે 1790 ચર્ચ છે. કમિટીએ કહ્યું હતું કે આ ચર્ચોમાંથી કેટલામાં ગેરકાયદે તરીકે ચલાવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલયના મુજબ જબરદસ્તીથી ધર્માંતરણના 36 કેસ રિપોર્ટ થયા છે.

જબરદસ્તી ધર્માંતરણની સામાજિક બૂરાઈ ઝડપથી ફેલાઈ રહી છે. કેટલીય જગ્યાઓ પર રહેવાસી કોઈને પણ ચર્ચ અને બાઇબલ સોસાયટીમાં તબદિલ કરવામાં આવી રહ્યાં છે. વળી, ગેરકાયદે પાદરીઓ અને આ પ્રકારનાં ચર્ચો વિશે માલૂમ કરવાનાં છે અને એની સામે કાર્યવાહી કરવાની છે. જે બાઇબલ સોસાયટી અને ચર્ચોનાં રજિસ્ટ્રેશન નથી થયાં અને મંજૂરી નહીં આપવામાં આવી હશે, એને ગેરકાયદે માનવામાં આવશે.

જોકે આ નિર્ણયના વિરોધમાં પણ ચર્ચોથી જોડાયેલા કેટલાય પાદરીઓએ વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે સરકારના આ પગલાથી અમારા ધર્મના લોકો અને પાદરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. આ પ્રકારની ઘટનાઓ અમને પહેલાં પણ જોઈ છે અને સાંભળતા આવ્યા છીએ.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular