Friday, May 23, 2025
Google search engine
HomeNewsNationalદાઉદના ભાણેજે કહ્યું, ગેંગસ્ટર કરાચીમાં રહે છે

દાઉદના ભાણેજે કહ્યું, ગેંગસ્ટર કરાચીમાં રહે છે

કરાચીઃ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની નિધન પામેલી બહેન હસીના પારકરનાં પુત્ર અલિશાહ ઈબ્રાહિમ પારકરે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને કહ્યું છે કે ભારત સરકારે વોન્ટેડ ઘોષિત કરેલો એનો ગુનેગાર (અને પોતાનો મામો) દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચી શહેરમાં જ છે. એ અબ્દુલ્લા ગાઝી બાબા દરગાહ નજીકના ડીફેન્સ એરિયામાં રહે છે. ન્યૂઝ પોર્ટલ ટાઈમ્સ નાઉના અહેવાલમાં આમ જણાવવામાં આવ્યું છે.

અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે અલિશાહ પારકરે પોતાના નિવેદનમાં એનઆઈએને જણાવ્યું છે કે દાઉદે ફરી લગ્ન કર્યા છે અને એની બીજી પત્ની પઠાણ કોમની છે. દાઉદે તેની પહેલી પત્ની મેહજબીનને છૂટાછેડા આપ્યા નથી. મેહજબીન મુંબઈમાં રહેતાં એમનાં સગાંસંબંધીઓના સંપર્કમાં રહે છે. અલીશાહ ગયા વર્ષે દુબઈમાં મેહજબીનને મળ્યો હોવાનું કહેવાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular