Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalમહિલા પર ગેન્ગરેપ, હત્યા મામલે ત્રણ આરોપીઓને ફાંસીની સજા

મહિલા પર ગેન્ગરેપ, હત્યા મામલે ત્રણ આરોપીઓને ફાંસીની સજા

નવી દિલ્હીઃ દિલ્હીની તીસ હજારી કોર્ટે એક મહિલા સાથે સામૂહિક બળાત્કાર અને એનાં બે બાળકોની હત્યાના ત્રણે આરોપીઓને મોતની સજા સંભળાવી છે. મહિલાના પુત્રની વય સાત વર્ષ અને પુત્રીની વય છ વર્ષની હતી. આરોપીઓએ મહિલાની હત્યા ગળું દબાવીને કરી હતી. ત્યાર બાદ બે બાળકોની હત્યા કરીને અને ઘરમાં લૂંટ કરી હતી.

આ ઘટના ખ્યાલા વિસ્તારમાં વર્ષ 2015માં થઈ હતી. મહિલાના પતિએ એ સગીર સહિત ચાર લોકોની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં શાહિદ, અકરમ અને રફત અલી ઉર્ફે મંજૂર અલીને ફાંસીની સજા સંભાવવામાં આવી છે.

ફાસ્ટ ટ્રેકના જસ્ટિસ આંચલએ કલમ 302 (હત્યા) અને 120 B (ગુનાઇત કાવતરું) હેઠળ આ ત્રણે આરોપીને મોતની સજા સંભળાવી છે. તેમને સામૂહિક બળાત્કાર અને ચોરીના અપરાધમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે પ્રત્યેક આરોપીને રૂ. 35,000નો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે ત્રણ આરોપીઓને 22 ઓગસ્ટે દોષી ઠેરવ્યા હતા.

મહિલા, તેના પતિ અને બાળકો દિલ્હીના રઘુબીરનગરમાં રહેતા હતા. આ ત્રણે આરોપીઓએ એક ષડયંત્ર થકી આ ઘટનાને અંજામ આપ્યો છે, જેથી આ અપરાધમાં એક પેર્ટન દેખાઈ છે, એમ કોર્ટે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular