Saturday, August 30, 2025
Google search engine
HomeNewsNationalગાંગુલીએ મમતા બેનર્જીને આપી મોટી ઓફર

ગાંગુલીએ મમતા બેનર્જીને આપી મોટી ઓફર

નવી દિલ્હીઃ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “હું કોલકાતાના ઇડન ગાર્ડન્સની ઇન્ડોર ફેસિલિટી અને પ્લેયર ડોરમેટ્રી બંગાળની સરકારને આપવા તૈયાર છું. આ જગ્યાનો ક્વોરેન્ટાઇન ફેસિલિટી તરીકે ઉપયોગ થઈ શકે છે.”

ગાંગુલીએ વધુ ઉમેરતા કહ્યું કે, જો સરકાર અમને કહે તો અમે ચોક્કસ આ જગ્યા તેમને હેન્ડઓવર કરી દેશું. અત્યારે  જરૂરતની ઘડીએ કંઈપણ કરવા તૈયાર છીએ. અમને કોઈ વાંધો નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular