Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsNationalકેટલાક રોડ-અકસ્માત માટે ખામીયુક્ત પ્રોજેક્ટ રિપોર્ટ જવાબદારઃ ગડકરી

કેટલાક રોડ-અકસ્માત માટે ખામીયુક્ત પ્રોજેક્ટ રિપોર્ટ જવાબદારઃ ગડકરી

નવી દિલ્હીઃ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું રવિવારે રોડ અકસ્માતમાં મોત થયું હતું. તેમની કાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ડિવાઇડર સાથે ટકરાઈ હતી. પ્રારંભિક તપાસમાં કહેવામાં આવ્યું હતું કે મિસ્ત્રીએ સીટ બેલ્ટ નહોતો પહેર્યો અને તેમની કાર જરૂર કરતાં વધુ સ્પીડમાં હતી. આવી દુર્ઘટનાઓ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખામીયુક્ત પ્રોજેક્ટ રિપોર્ટને જવાબદાર ગણાવતાં કહ્યું હતું કે કંપનીઓએ હાઇવેઝ અને અન્ય રસ્તાઓ બાંધવા માટેના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) માટે કર્મચારીઓને પૂરેપૂરી તાલીમ આપવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે પ્રારંભ ત્યાંથી થવો જોઈએ. જો તેઓ નહીં સુધરે તો તમારું સત્યાનાશ થઈ જશે.

દેશમાં વર્ષ 2021માં રોડ અકસ્માતમાં 1.55 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેની સરેરાશ દૈનિક ધોરણે 426 અથવા કલાકદીઠ 18 જણનાં મોત થાય છે, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના ડેટા કહે છે. જે અત્યાર સુધી કેલેન્ડર વર્ષમાં નોંધાયેલાં મોતોમાં સૌથી વધુ છે. જોકે સરકાર હવે નવી ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. વળી, બિનતાલીમાર્થી ડ્રાઇવરના હાથમાં નવી મર્સિડિસ કાર પણ સમસ્યા સર્જે છે.બીજું રોડ પ્રોજેક્ટોમાં વિલંબનાં કારણોને ઓળખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, કેમ કે વિલંબને કારણે પ્રોજેક્ટના ખર્ચમાં વધારો થવો એ ચિંતાનો વિષય છે, એમ તેમણે કહ્યું હતું.કેટલાંક રાજ્યોમાં રોડ બાંધકામની ખરાબ ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારો પ્રતિ વર્ષે રસ્તાની મરામત માટે રૂ. 10,000થી રૂ. 15,000 કરોડ ખર્ચી રહી છે. પ્રતિ બે-ત્રણ વર્ષે આપણે રસ્તાની જાળવણી માટે આપણે કેમ નાણાં વેડફી રહ્યા છે? એમ તેમણે કહ્યું હતું.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular