Thursday, July 24, 2025
Google search engine
HomeNewsNationalLPG ટ્રક અને CNG ટેન્કરની ટક્કરમાં આઠનાં મોત, 40થી વધુ ઘાયલ

LPG ટ્રક અને CNG ટેન્કરની ટક્કરમાં આઠનાં મોત, 40થી વધુ ઘાયલ

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલ પમ્પની બહાર એક ગેસ ટેન્કર અને LPG ટ્રકની ટક્કર લાગતાં ભીષણ આગમાં કમસે કમ આઠ લોકોનાં મોત થયાં હતાં. જે ટ્રકે અન્ય વાહનોને ટક્કર મારી હતી, એમાં કેમિકલ ભરેલું હતું. જેથી અચાનક આગ લાગી જતાં ભયંકર વિસ્ફોટ થયો હતો જેમાં આસપાસની 20થી વધુ ગાડીઓ ચપેટમાં આવી હતી. આ આગમાં 40થી વધ લોકો દાઝી ગયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  

આ ઘટનાની જાણકારી થતાં જ લગભગ 22 જેટલાં ફાયરબ્રિગેડનાં વાહનો ઘટનાસ્થળે આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. બીજી બાજુ આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુમાં ઊભેલા 40થી વધુ વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.

આ વિસ્ફોટ થતાં જ વાહનોથી ભરેલા વેરહાઉસમાં પણ આગ લાગી હતી. એકસાથે ડઝનબંધ વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. CNG ટેન્કર અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ CNG ટ્રકમાં એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા. ધડાધડ વિસ્ફોટથી નજીકનાં વાહનો પણ લપેટમાં આવી ગયાં હતાં. ત્યારે એક બસમાં હાજર મુસાફરોએ નીચે ઊતરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગમાં એક ડઝનથી વધુ લોકો દાઝી ગયાની માહિતી સામે આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ફાયર ફાયટર, સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.


આ દુર્ઘટના ડી ક્લોથોનની નજીક સવારે પાંચ વાગ્યે બની હતી. આ દુર્ઘટનામાં ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિકો પણ રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.

જયપુરમાં એસએમએસ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દીપક મહેશ્વરીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ચાર મૃતદેહો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. લગભગ 25 લોકો ICUમાં દાખલ છે. હજુ ઘણા લોકોને લાવવામાં આવી રહ્યા છે. મોટાભાગના લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. લગભગ 15 લોકો 80 ટકા દાઝી ગયા છે. CM ભજનલાલ શર્મા પણ એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular