Saturday, August 23, 2025
Google search engine
HomeNewsNationalફારુક અબદુલ્લાએ ઇન્ડિયા ગઠબંધનને આપ્યો આંચકો

ફારુક અબદુલ્લાએ ઇન્ડિયા ગઠબંધનને આપ્યો આંચકો

નવી દિલ્હીઃ વિરોધ પક્ષોના ઇન્ડિયા એલાયન્સને એક વધુ આંચકો આપતાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે જ્યાં સુધી સીટ વહેંચણીની ફોર્મ્યુલાની વાત છે તો –નેશનલ કોન્ફરન્સ એકલા હાથે ચૂંટણી લડશે ને એ વિશે કોઈ શક નથી. જોકે તેમણે ભવિષ્યમાં ભાજપના નેતૃવવાળા NDAમાં ફરીથી સામેલ થવાના સંકેત પણ આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે મારા મત મુજબ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે થશે. મારો પક્ષ ગઠબંધન વિના પોતાની યોગ્યતાને આધારે ચૂંટણી લડશે. જોકે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ NDAમાં પર ફરવાની શક્યતાથી ઇનકાર નહોતો કર્યો.  અનુભવી જમ્મુ-કાશ્મીર નેતાએ કહ્યું હતું કે ઇન્ડિયા એલાયન્સ સાથે સીટ વહેંચણીની વાતચીત નિષ્ફળ થઈ ગઈ છે.

ફારુક અબદુલ્લાના નિવેદન પર કોંગ્રેસના જયરામ રમેશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અલગ-અલગ પાર્ટીઓની જુદી-જુદી મજબૂરીઓ હોય છે. મને પૂરો વિશ્વાસ છે કે નેશનલ કોન્ફરન્સ, PDP ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે અને રહેશે. આ પહેલાં ઇન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણીને લઈને અબદુલ્લા નારાજગી દર્શાવી ચૂક્યા છે. જો જલદી સમાધાન નહીં કરવામાં આવે તો કેટલીય પાર્ટીઓ આડીઅવળી થઈ જશે. હવે તેમણે એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી છે.જમ્મુ-કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ, PDP, નેશનલ કોન્ફરન્સ અને લેફ્ટ પાર્ટીઓ સામેલ છે. જોકે આ પાર્ટીઓ સીટ વહેંચણી મુદ્દે એકમત નથી થઈ શકી. જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની પાંચ સીટો છે. એમાંથી ત્રણ સીટો પર નેશનલ કોન્ફરન્સનો કબજો છે, જ્યારે બે સીટો ભાજપની પાસે છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular