Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalલોકડાઉનમાં પણ આ હસ્તીઓએ શોધી લીધો જીવનનો ઉજાસ

લોકડાઉનમાં પણ આ હસ્તીઓએ શોધી લીધો જીવનનો ઉજાસ

નવી દિલ્હીઃ આ રોગચાળાથી બચવા માટે દેશભરમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉનની સ્થિતિ છે ત્યારે અનેક હસ્તીઓએ આ લોકડાઉનમાં પણ તેમની ધગશથી અનેક અડચણો વચ્ચે તેમની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. પ્રસિદ્ધ નૃત્યાંગના શોવના નારાયણે આવનારી પેઢી માટે કથક નૃત્યનાં કેટલાંય રહસ્યોને પાનાંમાં ઉતાર્યાં છે તો દીપા મલિકે પેરાસ્પોર્ટ્સની માહિતી આગળ વધારવાના નિતનવા રસ્તા શોધ્યા. આ જ રીતે સેલિબ્રિટી ડોલી અહલુવાલિયાએ લોકડાઉનને વધુ સમૃદ્ધ બનાવ્યું હતું. પોતાની ઓળખ ઊભી કરનારી આ હસ્તીઓએ સકારાત્મકતા રાખતાં પ્રકાશના કિરણને શોધી લીધું હતું.

અનેક લોકોએ સમયનો સદુપયોગ કર્યો

ગાઢ અંધકારમાં પણ આશાનું કિરણ નજરે ચઢે છે. અનેક અડચણો વચ્ચે પણ રસ્તો સ્પષ્ટ દેખાવા લાગે છે. સંકલ્પ દ્રઢ હોય તો મુશ્કેલીઓ દૂર થતી જાય છે. જોકે આવું તેમની સાથે થાય છે, જેમનામાં જીતનો જોસ્સો હોય. આ લોકડાઉનમાં અનેક લોકોએ સમયનો સદુપયોગ કર્યો. મહિલાઓ લોકડાઉનમાં વિવિધ ખાવાની ડિશો બનાવે છે. ઘરની સાફસફાઈ કરી, ટિકટોક બનાવે છે, મીમ્સ બનાવે છે. જોક્સ બનાવે છે. વોટ્સએપ પર મેસેજ ફોર્વર્ડ કરવામાં પણ ઘણા લોકો અગ્રેસર છે. કેટલાકે રચનાત્મક કરવાથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લાઇવ કર્યા. કોઈકે શોખને પુનર્જીવિત કર્યો, કોઈકે કેન્વાસ પર આશાના રંગ દોર્યા, કેટલાકે અન્યો માટે કામ કર્યાં તો કેટલાકે આશા જગાવી.

આટલો ડર કેમ?

તમારી લોકડાઉનમાં યાત્રા કેવી રહી? કઈ સકારાત્મકતા ઊર્જા સાથે તમે એને પૂરું કર્યું અને આ બંધ માહોલથી શો ગૂઢ અર્થ કાઢ્યો? એકસાથે કરવામાં આવેલા આ સવાલોના જવાબ આપવામાં જરા પણ મોડું ના કર્યું નૃત્યાંગના શોભના નારાયણે. તેણે કહ્યું, મને કોઈ માનસિક અથવા શારીરિક સમસ્યા નથી થઈ. મારા સ્વભાવમાં જ સકારાત્મકતા છે. હું દરેક મુશ્કેલીને પડકારની જેમં લઉં છું. હું બે પુસ્તકો પર કામ કરી રહી છું.

પાંચ વર્ષથી અમે સંશોધન કરી રહ્યાં હતાં. આ સમયગાળામાં અમે એને પૂરાં કરી શક્યાં. અમે વાત કહેવા માટે નવું માધ્યમ શીખ્યા. દરરોજ ઓનલાઇન ક્લાસ લઈ રહી છું અને વિદ્યાર્થીઓને નવી ચીજવસ્તુઓ શીખવાડી રહી છું. નૃત્યથી જોડાયેલી વાતો લોકો સુધી પહોંચાડવા માટે અમે નાના-નાના વિડિયો બનાવીને મૂકી રહ્યા છે. અમારા કૂકને કેટલાય પ્રકારની ડિશિઝ બનાવતાં શીખવાડી. આ દરમ્યાન અનેક કલાકારોની સમસ્યાઓ વિશે સરકારોને લખ્યું. કેટલાક કલાકારોને હું આર્થિક રૂપે મદદ પણ કરી રહી છે, કારણને તેમની આવક બંધ છે. લોકોમાં ભયનું વાતાવરણ છે.  

સૌપ્રથમ પ્રકૃતિ પૂજા

આપણે કેટલીક ભૂલો કરી છે, ત્યારે આ આપત્તિ આવી છે. બધાએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. આપણે ઘરની બહાર જઈએ છીએ ત્યારે માનવતા ભૂલી જઈએ છીએ. ભારતીય દર્શનમાં પ્રકૃતિ અને પશુઓ માટે બહુ આદર છે. આપણને આ શીખ મળી છે કે કોઈ આને કેટલું માને છે, એ વ્સક્તિ પર નિર્ભર કરે છે. પદ્મશ્રી ડો. શોવના નારાયણ, કથક ગુરુ પ્રસિદ્ધ નૃત્યાંગના.

જાગરુકતાનાં પગલાં

જ્યારે મન મક્કમ હોય ત્યારે રસ્તો આપોઆપ મળવા લાગે છે. પેરાલિમ્પિયન દીપા મલિકને લાગે છે કે ભારત પેરાસ્પોર્ટ્સ વિશે હિન્દીમાં માહિતી ઓછી છે. તેથી તેમણે કેટલીય વેબિનાર કરાવી. તે કહે છે કે અમે અલગ-અલગ સોળ સેટ બનાવી અને ઝૂમ મીટિંગ્સ દ્વારા પેરાલિમ્પિક ખેલાડીઓને માહિતી પહોંચાડી કે આ રમતોની જરૂરિયાત કેમ છે? કેવી રીતે એનું વર્ગીકરણ અને રજિસ્ટ્રેશન થાય છે. આના પર સારો રિસ્પોન્સ મળ્યો.

મારા ફાઉન્ડેશન વિલિંગ હેપ્પીનેસ દ્વારા હેપ્પી જનતા કિચન ચલાવ્યાં અને કેટલાંક શહેરોમાં દરરોજ બસો દિવ્યાંગ મજૂરોને જમવાનું આપ્યું. આ ઉપરાંત એ ગરીબ પરિવારોને રાશન આપ્યું, જે પરિવારનો કોઈ ને કોઈ સભ્ય દિવ્યાંગ છે.

જિંદગીમાં કેટલાંય લોકડાઉન જોયાં

મારા માટે લોકડાઉન કૌમન છે. હું મોટા ભાગે પરિવારથી મહિનાઓ સુધી દૂર રહું છું. રિયો ઓલિમ્પિકની સવા વર્ષની તૈયારી લોકડાઉન જ હતું. તૈયારીના સમયે મને ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો. આ લોકડાઉન મેં ખુદને લગાવ્યું તો સ્વર્ણપદક મેળવ્યો.  જ્યારે પેરાલાઇઝ થઈ ત્યારે 14 મહિના પથારીવશ હતી. જો સકારાત્મકતા છોડી દેત તો અહીં સુધી ના પહોંચી શકત- દીપા મલિક, પેરાલિમ્પિયન, સ્વર્ણ પદક અને ખેલ રત્ન પુરસ્કાર વિજેતા

સાદગી છે કેટલી સુંદર

સાદગીનું જીવન, ખુશીનો સ્રોત મળવો અને ભૌતિક ચીજવસ્તુઓથી મોહભંગ થવો એ પોતાની સફળતા માનતી સેલિબ્રિટી ડોલી અહલુવાલિયા તિવારી. મેં સાત જોડી કપડાંમાં બે મહિના સારી રીતે વિતાવ્યાં. આ દરમ્યાન સાદગી મહેસૂસ કરી છે. જ્યારે પણ કબાટ ખોલું છું ત્યારે ખુદ પર ગુસ્સો આવે છે અને દુઃખ થાય છે કે મેં આટલી ચીજવસ્તુઓ કેમ ખરીદી? આટલી મને જરૂર નહોતી. મારું મન કરે છે કે હું કોઈ ગામ ચાલી જાઉં અને ત્યાં સાધારણ જિંદગી વિતાવું. હવે હું ભૌતિકતાથી ભાગવા ઇચ્છું છું. આનંદ આપણ ભીતર છે, એને શોધવાથી અમે ખુશીઓ વહેંચી શકીએ છીએ.

આ લોકડાઉનમાં મેં નજીકથી જાણ્યું છે કે મારી જિંદગીમાં કયાં લેયર પહેરવા ઇચ્છું છું અને કયા ઉતારવા ઇચ્છું છું. આ ખરેખર મુશ્કેલ છે, પણ મને અહેસાસ થયો કે દરેક ચીજમાં મેડિટેશન છે.

બેસીને ધ્યાન લગાવવું અલગ વાત છે અને કચરા-પોતું કરવું અને જમવાનું બનાવવું પણ એક મેડિટેશન છે, કેમ કે આમાં પણ તમારા વિચાર છે.

મને એક નવી ડોલી મળી આવી. કદાચ હું એટલી ભાગદોડ કરતી હતી કે મારી અંદરની બાબતો પર એક ખોટું આવરણ ચઢી ગયું હતું, જેની મને ખબર જ નહોતી, પણ લોકડાઉનમાં એ બાબતોને નજીકથી જોઈ-અનુભવે અને એને અંદર સુધી ગઈ છું. હું ઘણી બાબતોને નકારાત્મક જોતી હતી, પણ હવે એક સકારાત્મક બદલાવ આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular