Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalNEET પેપર લીક મામલે EOU સોંપ્યો રિપોર્ટ..

NEET પેપર લીક મામલે EOU સોંપ્યો રિપોર્ટ..

NEET પરીક્ષાને લઈ વિવાદ દિવસેને દિવસે વધાતો જાય છે. ત્યારે દિવસે દિવસે NEET પરીક્ષા કૌભાંડને લઈ નવા નવા પાસા ખુલતા હોય છે. ફરી એક વખત NEET પરીક્ષાને લઈ નવા ખુલાસા થયા છે. બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU)ની ટીમે NEET પેપર લીકને લઈ તપાસ શરૂ કરી હતી. આ તપાસના 21 જૂન સુધીના તમામ રિપોર્ટો તેન્દ્રય શિક્ષણ મંત્રાલયને સોંપ્યા છે. રિપોર્ટમાં પુરાવા અને તથ્યો તેમજ આરોપીઓના કબૂલાતના નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલા બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટે (EOU) શિક્ષણ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો છે. તેમાં બળી ગયેલ NEET UG પ્રશ્નપત્ર-પુસ્તિકા નંબર સાથે રિપોર્ટમાં રાખવામાં આવી છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ પોસ્ટ ડેટેડ ચેકનો ઉલ્લેખ, પેપર લીક માફિયા દ્વારા ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન, પૈસાની લેવડદેવડ અંગેના પુરાવા અને તેમજ પ્રશ્નપત્ર અને ઉત્તરવહી ઉપલબ્ધ કરાવવામાં આવેલા તમામ સ્થળોની માહિતી પણ રિપોર્ટમાં દર્શાવવામાં છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મૂળ NEET પ્રશ્નપત્રો અને મળેલા જવાબના દસ્તાવેજો વચ્ચે સાચો મેળ જોવા મળ્યો છે. EOUના રિપોર્ટના આધારે આગળનો નિર્ણય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લેવામાં આવશે.

કેન્દ્રી શિક્ષણ મંત્રાલયમાં સોંપવામાં આવેલા રિપોર્ટમાં 13 આરોપીઓના નિવેદનોની નકલ પર આપવામાં આવી છે. આ રિપોર્ટમાં 4 આરોપી ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. EOUએ પેપર લીક કરનાર સંજીવ મુખિયાની ધરપકડ કરવા માટે દરોડા પાડ્યા છે. પટના, નાલંદા, ગયા અને નવાદા જિલ્લાની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. નગરનૌસાના શાહપુર સ્થિત સંજીવ મુખિયાના પૈતૃક ગામમાં પણ પોલીસના દરોડા પડ્યા છે. પોલીસ સંજીવ મુખિયા સામે જપ્તી અને જાહેરાતની પ્રક્રિયા પર પણ આગળ વધશે. કોર્ટમાંથી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગળની કાર્યવાહી માટે તૈયારીઓ કરવામાં આવી હતી. EOU દ્વારા સંજીવ મુખિયાના ઘણા નજીકના સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular