Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalભારતીય સેનાના એન્જિનિયરિંગનો ચમત્કારઃ સિંધુ નદી પર પૂલ બનાવ્યો

ભારતીય સેનાના એન્જિનિયરિંગનો ચમત્કારઃ સિંધુ નદી પર પૂલ બનાવ્યો

લદ્દાખઃ ભારતીય સેનાએ ફરી એક વાર કમાલ કરી છે. સેનાના કોર ઓફ એન્જિનિયર્સે લદ્ધાખ સેક્ટરમાં સિંધુ નદી પર પૂલ તૈયાર કર્યો છે. ભારતીય સેના પ્રભાવશાળી એન્જિનિયરિંગ કૌશલનો એક વિડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં સૈનિકોને સિંધુ નદી પર એક પૂલનું બાંધકામ કરતા જોવા મળ્યા છે. આ વિડિયોનું શીર્ષક છે- બ્રિજિંગ ટેલેન્જ-નો ટેરેન નોર એલ્ટિટ્યૂડ ઇન્સ્યોરમર્ટેબલ છે. આ વિડિયોને સેનાના દક્ષિણી પશ્ચિમી કમાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે.

આ વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભારતીય સેનાના કોર ઓફ એન્જિનિયર્સે લદ્દાખ ક્ષેત્રમાં સિંધુ નદી પર જે પૂલ તૈયાર કર્યો છે, એમાં સેનાની ગાડીઓ દોડી રહી છે. સેનાના ભારે વાહનો એ પૂલ પર સરળતાથી આવ-જા કરી રહ્યા છે. આ પૂલના નિર્માણનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે.

ચીનની સરહદે આવેલા લદ્ધાખ ક્ષેત્રમાં સેના દ્વારા સિંધુ નદીમાં બનાવવામાં આવેલા પૂલથી જવાનોને ઘણો લાભ થશે. ભારતીય સરહદે ચીની સેનાની ગતિવિધિ હંમેશાં જારી રહે છે, એવામાં ભારતીય સેના ડ્રેગનને જડબાતોડ જવાબ આપી શકે છે.

સેનાપ્રમુખ મનોજ પાંડેએ લદ્ધાખની બે દિવસીય મુલાકાતમાં સેનાની તાકાત અપાચે હેલિકોપ્ટરમાંથી જોઈ હતી. તેમને અપાચે હેલિકોપ્ટરની વિશેષતાઓથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા અને એની ક્ષમતાઓ અને ભૂમિકાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. પાંડેએ પૂર્વીય લદ્દાખ ક્ષેત્રમાં સુરક્ષા સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી. તેમણે તહેનાત અધિકારીઓ અને સૈનિકોની સાથે વાતચીત સિવાય પર્વતીય વિસ્તારમાં સેનાના અભ્યાસ પણ નિહાળ્યો હતો.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular