Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalUP પેટા ચૂંટણીમાં નવ બેઠકમાંથી આઠમાં ભાજપ આગળ

UP પેટા ચૂંટણીમાં નવ બેઠકમાંથી આઠમાં ભાજપ આગળ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની નવ સીટો પર ચૂંટણી પરિણામો આવવાનાં શરૂ થઈ ચૂક્યાં છે. પ્રારંભિક રુઝાનોમાં ભાજપ આઠ સીટો પર આગળ ચાલી રહ્યો છે, જ્યારે એક સીટો પર SP આગળ છે. ચૂંટણી પરિણામો અનુસાર કરહલ અને સીસામઉ સીટ પર SP આગળ ચાલી રહી છે અને બાકીની બચી સાત સીટો- મંઝવા, કટેહરી, મીરાપુર, ફૂલપુર, ખેર, કુંદરકી અને ગાઝિયાબાદ સીટ પર ભાજપ ગઠબંધન આગળ ચાલી રહ્યો છે.

ઉત્તર પ્રદેશમાં 20 નવેમ્બરે પેટા ચૂંટણી  થઈ હતી. 2022માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 403 સીટોમાં 255 સીટો જીતીને સરકાર બનાવી હતી, જ્યારે અખિલેશ યાદવના ભાગમાં 111 સીટો આવી હતી. આ ચૂંટણી પરિણામો આગામી 2027માં થનારી સામાન્ય ચૂંટણી માટે મહત્ત્વની માનવામાં આવે છે. પેટા ચૂંટણીનાં પરિણામો આગામી ચૂંટણી પર ઘેરી અસર જોવા મળવાની શક્યતા છે.

યુપીમાં કરહાલથી સમાજવાદી પાર્ટી આગળ, તેજ પ્રતાપ યાદવ અહીં ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ સપાનો ગઢ માનવામાં આવે છે. ફુલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર દીપક પટેલ સપાના ઉમેદવાર મુજતબા સિદ્દીકીથી આગળ છે. સિસમાઉ સીટ પર સપાના ઉમેદવાર નસીમ સોલંકી આગળ ચાલી રહ્યા છે. મિર્ઝાપુર જિલ્લાની મઝવાન વિધાનસભા બેઠક પર ભાજપના સુસ્મિતા મૌર્ય આગળ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular