Thursday, August 7, 2025
Google search engine
HomeNewsNationalપશ્ચિમ બંગાળના મંત્રી, TMCના નેતાઓને ત્યાં EDના દરોડા

પશ્ચિમ બંગાળના મંત્રી, TMCના નેતાઓને ત્યાં EDના દરોડા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં દરોડા દરમિયાન અધિકારીઓ પર થયેલા હુમલા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ફરી એક વાર એક્શનમાં છે. ટીમ નગરપાલિકા નોકરી કૌભાંડ મામલે વિવિધ સ્થળોની તપાસ કરી હતી. કોર્ટથી સુરક્ષા મળ્યા પછી EDની ટીમ ફરી એક વાર દરોડા માટે પહોંચી છે. પશ્ચિમ બંગાળના ફાયર સર્વિસ મિનિસ્ટર સુજિત બોઝના ઘરે EDએ દરોડા પાડ્યા છે. મ્યુનિસિપલ સંસ્થાઓમાં ભરતી કૌભાંડના મામલામાં EDએ કોલકાતા સહિત અનેક સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુજિત બોઝ સિવાય, ED TMC પ્રવક્તા અને ધારાસભ્ય તાપસ રોય અને ઉત્તર દમ દમ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ સુબોધ ચક્રવર્તી સહિત વરિષ્ઠ TMC નેતાઓનાં ઘરોની તપાસ કરી રહી છે. EDની આ દરોડા એવા સમયે પડી રહી છે જ્યારે ED અધિકારીઓ પર હુમલા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો એકબીજા પર તીખા હુમલા કરી રહી છે. એપ્રિલ, 2023માં કોલકાતા હાઇકોર્ટ નગરપાલિકાની ભરતીમાં અનિયમિતતાઓની તપાસ કરવાનો નિર્દેશ CBIને આપ્યો હતો.

5 જાન્યુઆરીએ EDની ટીમ TMC નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે સંદેશ ખાલી પહોંચી હતી. આ દરમિયાન EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી શાહજહાં શેખ ફરાર છે. તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. અધિકારીઓ પર હુમલા બાદ EDએ FIR દાખલ કરી હતી. આ પછી પશ્ચિમ બંગાળ સરકારે પણ ED અધિકારીઓ પર ચોરી, લોકો પર હુમલો અને મહિલાઓના અપમાનનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં, ED ચીફ રાહુલ નવીને કોલકાતામાં ED અધિકારીઓ સાથે ગત સપ્તાહે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં દરોડા દરમિયાન એજન્સીની ઓફિસો પરના ટોળાના હુમલા અંગે બેઠક યોજી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular