Saturday, July 19, 2025
Google search engine
HomeNewsNationalEDએ દિલ્હી, પંજાબમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા

EDએ દિલ્હી, પંજાબમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીના લિકર એક્સાઇઝ પોલિસીથી સંકળાયેલા મની લોન્ડરિંગ મામલે ફરી એક વાર દરોડા પાડ્યા છે. જોકે દિલ્હી સરકાર આ નીતિને હવે પરત ખેંચી ચૂકી છે. EDના અધિકારીઓ દિલ્હી, પંજાબ અને હૈદરાબાદમાં 35 જગ્યાએ દરોડા પાડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કેટલાક દારૂના ડિસ્ટ્રિબ્યુટર્સ, કંપનીઓ અને એનાથી સંકળાયેલી સંસ્થાઓની તપાસ કરવામાં આવી રહી છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

આ દરોડાને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અધિકારીઓને સમયનો વ્યય જણાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે 500થી વધુ રેડ, ત્રણ મહિનાથી CBI-EDના 300થી વધુ અધિકારીઓ મનીષ સિસોદિયાની સામે પુરાવા શોધવા માટે 24 કલાક લાગેલા છે, પણ કંઈ નહીં મળે, કેમ કે કંઈ કર્યું જ નથી. પોતાના ગંદા રાજકારણ માટે આટલા અધિકારીઓનો સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે- આવામાં દેશ પ્રગતિ કઈ રીતે કરે?વાસ્તવમાં ED આ મામલે અત્યાર સુધી 103થી વધુ સ્થાનો પર દરોડા કરી ચૂકી છે. વિશેષ કોર્ટે આબકારી નીતિ મામલે ધરપકડ કરવામાં આવેલા આપના પ્રાભારી વિજય નાયરને બે સપ્તાહની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. આ મામલે ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પણ આરોપી છે.

નાયર અન્ય સાથે એક ષડયંત્ર રચ્યું હતું. જે હેઠળ 2021-22ની દિલ્હી સરકારની આબકારી નીતિ તૈયાર કરવામાં આવી અને લાગુ કરવામાં આવી હતી. CBI તરફથી આ મામલે FIR નોંધ્યા પછી EDએ મની લોન્ડરિંગ મામલો નોંધાવ્યો હતો.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular