Saturday, May 17, 2025
Google search engine
HomeBudget 2024સરકારના કાર્યકાળમાં લોકોની આવક સરેરાશ 50 ટકા વધી

સરકારના કાર્યકાળમાં લોકોની આવક સરેરાશ 50 ટકા વધી

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે મોદી સરકારના કાર્યકાળમાં દેશના લોકોની સરેરાશ આવક 50 ટકા સુધી વધી છે. વડા પ્રધાન કહે છે કે દેશમાં તકોની કોઈ કમી નથી. સ્કાય ઇઝ ધ લિમિટ.

સરકારે બજેટમાં ગરીબ પરિવારો અને મધ્યવર્ગના પરિવારો માટે મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે PM આવાસ યોજના ગ્રામીણ હેઠળ આગામી પાંચ વર્ષમાં બે કરોડ વધુ ઘરો બનાવવામાં આવશે. એ સાથએ મધ્યમ વર્ગના પરિવારો માટે નવી આવાસ યોજના શરૂ કરવામાં આવશે.

નાણાપ્રધાને બજેટમાં રેલવે અંગે જણાવ્યું હતું કે ભારતમાં ત્રણ રેલવે કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો પણ કરવામાં આવશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40,000 સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે ડેરી ક્ષેત્રે ખેડૂતોને મદદ કરવા માટે એક યોજના બનાવવામાં આવશે. તેલીબિયાંમાં આત્મનિર્ભરતા માટે વ્યૂહરચના બનાવવામાં આવશે. ઝડપી વિકાસ માટે નવી આર્થિક નીતિઓ બનાવવામાં આવી રહી છે. પીએમ સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને ફાયદો થયો છે. પીએમ મત્સ્ય યોજના 55 લાખ નવી નોકરીઓ આપશે.તેમણે કહ્યું હતું કે  લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે. પગાર રૂ. 2 કરોડથી વધારીને રૂ. 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવ કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સ્વનિર્ભરતા લખપતિ દીદીમાંથી આવી છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular