Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalતહેવારોની મોસમમાં ઓનલાઈન ફ્રોડ સામે સાઈબર-સેલની ચેતવણી

તહેવારોની મોસમમાં ઓનલાઈન ફ્રોડ સામે સાઈબર-સેલની ચેતવણી

મુંબઈઃ દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થઈ ચૂકી છે. રક્ષાબંધન અને ગણપતિ વિસર્જન બાદ નવરાત્રી અને દિવાળી આવશે. લોકો ખરીદીમાં વ્યસ્ત થવા માંડ્યા છે.

(તસવીર સૌજન્યઃ https://www.flickr.com/)

ડિજિટલ યુગ છે એટલે ઘણાં લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરે છે. એવામાં ઓનલાઈન ઠગ લોકોથી છેતરાઈ ન જવાય એની ખૂબ સાવધાની રાખવી જોઈએ એવી સાઈબર સેલના નિષ્ણાતોએ લોકોને ચેતવણી આપી છે. ઓનલાઈન ફ્રોડ લોકોની ટોળકીઓ લોકોને છેતરવા માટે સક્રિય છે. તમારી નાનીસરખી ભૂલથી પણ તમારું બેન્ક એકાઉન્ટ સાફ થઈ શકે છે.

નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે, માત્ર ઓનલાઈન શોપિંગ જ નહીં, પરંતુ બેન્ક લોન પ્રક્રિયા, ડિસ્કાઉન્ટ અને કેશબેક જેવી ઓફરો પણ ચોરી કરવાના બહાને તમારો ઉપયોગ કરી શકે છે. એને કારણે તમને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. 

સાવધાની રાખવાની સલાહઃ

  • ભરોસાપાત્ર ન હોય એવી સારી ઓફરો સાથે ફોન કોલ કરનાર અજાણી વ્યક્તિઓ સાથે વાત ન કરવી
  • ફોન, એસએમએસ, સોશ્યલ મીડિયા કે ઈમેલ ઉપર પણ કોઈને તમારી વ્યક્તિગત જાણકારી આપવી નહીં
  • કોઈ પણ સંજોગોમાં તમારે તમારું યૂઝર નેમ, પાસવર્ડ કે ઓટીપી કોઈ અજાણી વ્યક્તિને શેર કરવા નહીં
  • કોઈ પણ શોપિંગ કંપનીની લિન્ક શોધવા માટે ગૂગલ સર્ચ જવું નહીં
  • ટોપ પર દેખાતા સર્ચ રિઝલ્ટ નકલી હોઈ શકે છે. એ અસલી હોવાના રૂપમાં મ્હોરું હોઈ શકે.
  • તમારા ફોન પર કોઈ અજાણ્યો ઓટીપી નંબર આવે તો એને કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર કરવો નહીં
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular