Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalલોકડાઉન ઈફેક્ટઃ ટીવી, ફ્રિઝ, AC, ફોનની કિંમત વધી શકે છે

લોકડાઉન ઈફેક્ટઃ ટીવી, ફ્રિઝ, AC, ફોનની કિંમત વધી શકે છે

નવી દિલ્હીઃ  સામાન્ય રીતે આમ તો તહેવારોમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સિસ પર આકર્ષક ઓફર્સ આવતી રહે છે, પણ આ વખતે કદાચ જ એવું નહીં બને. એટલું જ નહીં, તમે ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ ખરીદવા જાઓ અને આ વખતે પહેલાં કરતાં પૈસા વધારે ખર્ચ કરવો પડે. ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ જેવી કે TV, ફ્રિજ એસી કે ફોન વગેરેની કિંમતોમાં આવનારા દિવસોમાં વધારો થવાની શક્યતા છે.  

પાંચ ટકાથી વધુ વધારો થાય એવી શક્યતા

કોરોના રોગચાળાને કારણે ચીનમાં બધું ઠપ પડ્યું છે. જેથી સ્થાનિક બજારના પુરવઠામાં બહુ ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે. આને કારણે કિંમતોમાં ઉછાળો આવવાની આશંકા છે. આને કારણે હવે રો મટીરિયલ સહિત ઇન્વેન્ટરી અને લોજિસ્ટિકના વધતા ખર્ચને કારણે અને મોંઘવારીની અસર કિંમતો પર પડશે. અનલોક દરમ્યાન એસી, ફ્રિજ જેવી ચીજવસ્તુઓની માગમાં બહુ ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેતી હવે કંપનીઓ આ ચીજવસ્તુઓની કિંમતોમાં પાંચ ટકાનો અથવા એનાથી વધુનો વધારો કરે એવી શક્યતા છે. ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ ચીન, મલેશિયા અને તાઇવાન પર નિર્ભર

દેશનો ઇલેક્ટ્રોનિકસ ઇન્ડસ્ટ્રીઝ ચીન, મલેશિયા અને તાઇવાન જેવા દેશો પર 80 ટકા નિર્ભર છે. આને કારે ઇમ્પોર્ટ પ્રભાવિત થઈ છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં પણ ધોવાણ થયાં આયાત મોંઘી થશે. નિષ્ણાતોનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીઝ આ વધેલા ખર્ચ ગ્રાહક પર નાખશે.

લોકડાઉનમાં વેચાણ ઘટ્યાં

દેશમાભરમાં લોકડાઉનને કારણે ઇન્ડસ્ટ્રીઝના વેચાણમાં ભારે ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે માર્ચથી જૂન મહિના સુધી એસી, ફ્રિજ અને કુલર જેવી ચીજવસ્તુઓની ભારે માગ રહેતી હોય છે. આ વર્ષે એવું નથી થયું.

ઠંડી માગ

લોકડાઉન દરમ્યાન માગમાં ઘરખમ ઘટાડો થવાને કારણે ઉત્પાદકોએ અત્યાર સુધી કિંમતો નથી વધારી, પણ હવે રો મટીરિયલ, ઇન્વેન્ટરી અને લોજિસ્ટિક્સના ખર્ચમાં વધારાને કારણે કેટલાક મહિનામાં કિંમતોમાં વધારો થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular