Thursday, May 15, 2025
Google search engine
HomeNewsMumbaiએકનાથ શિંદે નારાજ થવાથી મહારાષ્ટ્રનું કોકડું ગૂંચવાયું?

એકનાથ શિંદે નારાજ થવાથી મહારાષ્ટ્રનું કોકડું ગૂંચવાયું?

મુંબઈઃ મહારાષ્ટ્રના CM કોણ બનશે?  એના પર હજી સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે થયેલી મીટિંગ પછી એકનાથ શિંદે સતાતા સ્થિત પોતાના ગામ ચાલી ગયા છે. એકનાથ શિંદે નારાજ છે અને તેમના ગામ જવાનો અર્થ છે કે રાજ્યમાં સરકારની રચનામાં વધુ વિલંબ થવાની શક્યતા છે.

શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું કે અમારા નેતા ખુશ નથી અને અમે પણય શિંદેએ તેમના કાર્યકાળમાં કશું ખોટું નથી કર્યું. તેમણે ચૂંટણી કેમ્પેનને લીડ કર્યું હતું અને એટલે તો તેઓ મહાયુતિના અસલી CM ચહેરો હતો. તેમને જ CM બનાવવામાં આવવા જોઈએ.આ પહેલાં  ભાજપના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનના ત્રણ મોટા નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા. આ પછી શુક્રવારે  મહાયુતિની બેઠક થવાની હતી, પણ તે પહેલાં શિવસેના પ્રમુખ એકનાથ શિંદે તેમના ગામ જવા રવાના થયા હતા.

હવે શિંદે સતારામાં તેમના ગામ જવા માટે રવાના થઈ ગયા છે અને તેમના પરત ફર્યા બાદ મીટિંગ યોજાશે. તેમની અચાનક યોજના એવી અટકળો તરફ દોરી રહી છે કે તેઓ સરકારની રચનાની વાતચીતથી નારાજ છે. ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે થયેલી બેઠકમાં શિવસેનાને વિકલ્પો આપવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ડેપ્યુટી સીએમ બનવાની ઓફર અને બીજી કેન્દ્રમાં મંત્રી બનવાની ઓફર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો એકનાથ શિંદે કેન્દ્રમાં મંત્રી બનવાનું નક્કી કરે છે, તો તેમના જૂથના કોઈ પણ નેતાને ડેપ્યુટી CM બનાવવામાં આવી શકે છે. 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular