Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalસોશિયલ મિડિયા પર કોરોનાપીડિત કનિકા કપૂર થઇ ટ્રોલ

સોશિયલ મિડિયા પર કોરોનાપીડિત કનિકા કપૂર થઇ ટ્રોલ

નવી દિલ્હીઃ સિંગર કનિકા કપૂર કોરોનાથી પીડિત છે. જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તે હાલમાં કેટલીય પાર્ટીમાં હાજરી આપી ચૂકી હતી. આને લીધે સંસદસભ્ય દુષ્યંત ગૌતમ અને ભૂતપૂર્વ વસુંધરા રાજેએ ખુદને આઇસોલેટ કરી લીધા છે. હવે નેટિજન્સ કનિકા કપૂરને પ્રવાસની વિગતો છુપાવવા માટે બહુ જ ટ્રોલ કરી રહ્યા છે અને સોશિયલ મિડિયા પર તેમની ધરપકડની માગ ઊઠી છે.

કનિકા કપૂરે કોરોના હોવાનું કબૂલ્યું

કનિકા કપૂરે આજે તેને કોરોના વાઇરસ થયો હોવાનું કબૂલ્યું હતું. તેમનો COVID-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ અહેવાલોથી માલૂમ પડ્યું છે કે ‘બેબી ડોલ’ની સિંગરે લંડનથી પરત ફર્યા પછી તેના પ્રવાસની વિગતો છૂપાવી હતી અને આશરે 100 લોકોની સાથે એક હોટેલમાં આયોજિત પાર્ટીમાં ભાગ લીધો હતો. આમાં સમાજથી જોડાયેલી કેટલીય પ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપસ્થિત હતી. હવે સોશિયલ મિડિયામાં અન્ય લોકોનાં જીવન જોખમમાં મૂકવા બદલ કનિકાને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બેજવાબદારભર્યું વર્તન કરવા બદલ તેની ધરપકડ કરવાની માગ કરવામાં આવી રહી છે.

સોશિયલ મિડિયા પર ખૂબ ટ્રોલ થઈ કનિકા

એક યુઝરે લખ્યું હતું કે મને @TheKanikakapoor માટે શરમ આવે છે.ભારતની આવી બેજવાબદાર નાગરિક તને શરમ આવવી જોઈએ, જ્યારે રાહુલ મહાજને લખ્યું હતું કે ગૃહ મંત્રાલય અને વડા પ્રધાન ઓફિસે તેની સામે કડક પગલાં લેવાં જોઈએ, જેથી એક દાખલો બેસે.

જોકે કનિકાએ એક નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે પાછલા ચાર દિવસથી મને ફ્લુ છે, મેં ટેસ્ટ કરાવ્યો હતો અને એ COVID-19 પોઝિટિવ આવ્યો છે. મારો પરિવાર અને હું આઇસોલેશનમાં છું. અને ડોક્ટરની સલાહનું પાલન કરી રહ્યા છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular