Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalદિલ્હી હાઇકોર્ટે અગ્નિપથ યોજનાને કાયદેસર ગણાવી

દિલ્હી હાઇકોર્ટે અગ્નિપથ યોજનાને કાયદેસર ગણાવી

નવી દિલ્હીઃ અગ્નિપથ ભરતી યોજનાને મામલામાં કેન્દ્ર સરકારને દિલ્હી હાઇકોર્ટમાં મોટી જીત મળી છે. કોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના કાયદેસર ગણાવી છે. એ સાથે અગ્નિપથ યોજનાને કાયદેસરતાને પડકાર આપતી અરજીઓને ફગાવી દેવામાં આવી છે. આ મામલે ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની ખંડપીઠે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ પહેલાં હાઇકોર્ટે દિલ્હી હાઇકોર્ટે ગયા વર્ષે 15 ડિસેમ્બરે આ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
આ સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાને ટેકો આપ્યો હતો. સશસ્ત્ર દળોમાં યુવાઓની ભરતી માટે અગ્નિપથ યોજના ગયા વર્ષે 14 જૂને શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના નિયમો અનુસાર સાડા 17થી 21 વર્ષની વયના લોકો અરજી કરવાને પાત્ર છે અને તેમને ચાર વર્ષના કાર્યકાળ માટે સામેલ કરવામાં આવશે. આ યોજના હેઠળ તેમનામાં 25 ટકા સેવા નિયમિત કરવામાં આવશે.

અગ્નિપથ યોજનાના પ્રારંભ પછી આ યોજનાની સામે અનેક રાજ્યોમાં વિરોધ શરૂ થઈ ગયો હતો. ત્યાર બાદ સરકારે 2022માં ભરતી માટે ઉપલી વય મર્યાદા વધારીને 23 વર્ષ કરવામાં આવી હતી.  આ મામલાને લઈને દિલ્હી હાઇકોર્ટ સહિત અનેક હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આ અરજીઓને દિલ્હી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular