Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalતામિલનાડુમાં મોતની સ્પર્ધાનું આયોજનઃ 80 ઘાયલ, એકનું મોત

તામિલનાડુમાં મોતની સ્પર્ધાનું આયોજનઃ 80 ઘાયલ, એકનું મોત

મદુરાઈઃ દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વચ્ચે તામિલનાડુના મદુરાઈમાં પલામેડુ ક્ષેત્રમાં જલ્લીકટ્ટુ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. બળદોને કાબૂ કરવાની આ રમત જલ્લીકટ્ટુનો આજે બીજો દિવસ છે. મદુરાઈમાં આ રમતમાં ભાગ લેવા માટે લોકોની બીજા દિવસે પણ ભારે ભીડ જમા થઈ હતી. શુક્રવારે પોંગલના દિવસે બળદને નિયંત્રિત કરવાની આ લોકપ્રિય રમતમાં સ્પર્ધકો અને બળદમાલિકો સહિત 80 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત એક વ્યક્તિનું મોત થયું છે.

તામિલનાડુના મદુરાઈના અવનિયાપુરમ વિસ્તારમાં જલ્લીકટ્ટુ હરીફાઈમાં કુલ 80 ઘાયલ થયા હતા, જેમાં 38 બુલ ટેમર, 24 બળદમાલિકો અને 18 દર્શકો સામેલ છે. આ હરીફાઈમાં 18 વર્ષના એક દર્શકને બળદે શિંગડાથી ચીરીને મારી કાઢ્યો હતો, એમ આરોગ્ય અધિકારીએ કહ્યું હતું.

તામિલનાડુ સરકારે 300 બળદો અને 150 દર્શકોની સાથે જલ્લીકટ્ટુ સ્પર્ધાને આયોજન કરવાની મંજૂરી આપી હતી. આ ક્રાર્યક્રમને જોવા માટે સેંકડો ગ્રામીણ અવનિયાપુરમમાં છતો અને બેરિકેડ્સની બહાર જમા થયા હતા. સરકારે આદેશમાં જણાવ્યું હતું કે માલિક અને તેમના મદદનીશ- જે ઢોરોને રમવા માટે નોંધણી કરાવશે અને તાલીમાર્થીએ રસીકરણ સર્ટિફિકેટની સાથે કાર્યક્રમના મહત્તમ 48 કલાક પહેલાં કરાવવામાં આવેલો RT-PCR રિપોર્ટ નેગેટિવ બતાવવાનો રહેશે. આ સ્પર્ધા બળદો અને વ્યક્તિઓની લડાઈ કરાવવામાં આવે છે. જલ્લીકટ્ટુને તામિલનાડુના ગૌરવ તથા સંસ્કૃતિનું પ્રતીક કહેવામાં આવે છે. એ 2000 વર્ષ જૂની રમત છે, જે તેમની સંસ્કૃતિથી જોડાયેલી છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular