Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalપુત્રીએ પિતા સાથે કર્યાં લગ્ન, વિડિયો વાયરલ...

પુત્રીએ પિતા સાથે કર્યાં લગ્ન, વિડિયો વાયરલ…

નવી દિલ્હીઃ પિતા-પુત્રીનો સંબંધ વિશ્વમાં સૌથી પવિત્ર સંબંધોમાંનો એક છે. આ સંબંધની એક ગરિમા હોય છે, પરંતુ સાંપ્રત સમાજમાં સંબંધો નેવે મૂકવામાં આવે છે કે વિડિયો બનાવીને લોકપ્રિય થવા માટે એ એક તપાસનો વિષય છે.

હાલમાં વાયરલ વિડિયો અનુસાર એક યુવતીએ બધી ગરિમાને નેવે મૂકીને બેશરમ થઈને પિતા સાથે લગ્ન કરી લીધાં છે. 24 વર્ષની પુત્રીએ 50 વર્ષીય પિતાથી લગ્ન કર્યાં છે. હવે બંનેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે ચિત્રલેખા આ વાયરલ વિડિયોનું પુષ્ટિ નથી કરતું. એને @JaysinghYadavSPનામના યુઝરે શેર કર્યો છે.  આ વિડિયોમાં દેખાતી છોકરીનો દાવો છે કે તેણે તેના પિતા સાથે લગ્ન કર્યાં છે. વિડિયોમાં પિતા પણ તેની બાજુમાં ઊભા છે.

આ વાયરલ વિડિયોમાં યુવતી હિંમતથી કહે છે કે તે મારા પિતા છે અને અમે દુનિયાને બતાવી દીધું છે કે અમે લગ્ન કરીને ખુશ છીએ. અમારા સંબંધોના સમર્થનમાં કોઈ નહોતું. પરંતુ અમે લગ્ન કરી લીધાં છે અને હવે અમને કોઈ ફરક નથી પડતો કે અમને કોઈ સાથ આપે કે ના આપે. જ્યારે પિતાને પૂછવામાં આવે છે કે આ તમારી દીકરી છે? તો બાપ-દીકરી એકસાથે કહે કે હા, તો આમાં વાંધો શું છે?

એ જ વખતે એક છોકરી પૂછે છે કે તને તારા પિતા સાથે લગ્ન કરતાં થોડી શરમ નથી આવતી? તો પણ બંને જણ કહે છે કોઈ ફરક પડ્યો નહીં. ઊલટું છોકરીના પપ્પા કહે, અરે યાર, કયા યુગમાં જીવો છો? શા માટે શરમાવું? છોકરી પોતાની જાતને કહી રહી છે કે, તે 24 વર્ષની છે અને તેના પિતા કહી રહ્યા છે કે, તે 50 વર્ષનો છે. જ્યારે વિડિયો બનાવવાનું કારણ પૂછવામાં આવ્યું તો યુવતી કહે છે કે, અમે દુનિયાને જણાવવા માગીએ છીએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular