Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોના રોગચાળાની બાળકો પર લાંબાગાળાની આરોગ્ય-આર્થિક અસર

કોરોના રોગચાળાની બાળકો પર લાંબાગાળાની આરોગ્ય-આર્થિક અસર

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળાના એક વર્ષ થયું અને હજી પણ વિશ્વ એની સામે ઝઝૂમી રહ્યું છે. આ રોગચાળાની લાંબા ગાળા સુધી અસર રહેશે. નબળા આરોગ્ય, કૂપોષણ, કારમી ગરીબી અને શૈક્ષણિક સિદ્ધિઓમાં રૂકાવટ જેવી અસરો લાંબા ગાળા સુધી રહેશે. આ બધું સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ ઈન્વાયરન્મેન્ટ (2021)ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે. આ અહેવાલના વિમોચન પ્રસંગે સેન્ટર ફોર સાયન્સ એન્ડ ઈન્વાયરન્મેન્ટ (સીએસઈ)ના ડાયરેક્ટર જનરલ અને ડાઉન ટુ અર્થ પ્રકાશનના તંત્રી સુનિતા નારાયણે જણાવ્યું હતું. નારાયણે વધુમાં કહ્યું, આપણા દેશમાં હવા તથા પાણીની ગુણવત્તામાં બગાડો થયો છે. પ્રદૂષણ વધી રહ્યું છે. આને કારણે આપણા આરોગ્ય પર ઘણી અવળી અસર થશે. સારી બાબત એ છે કે, આ બધામાંથી આપણે શીખી રહ્યાં છીએ.

2021 આવૃત્તિ 442-પાનાંની છે, જેમાં સમાચારો, અભિપ્રાયો, સમીક્ષાઓ, મંતવ્યોનો સંગ્રહ છે. આ વાર્ષિક અહેવાલને ભારતભરના 60થી વધારે પર્યાવરણ નિષ્ણાતો, પર્યાવરણ કાર્યકર્તાઓ, પત્રકારો અને શિક્ષણશાસ્ત્રોની હાજરીમાં ઓનલાઈન રિલીઝ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની વિગત માટે આ લિન્ક પર ક્લિક કરોઃ https://www.cseindia.org/state-of-india-s-environment-2021-10694

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular