Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalકોવેક્સિનની તુલનામાં કોવિશિલ્ડે એન્ટિબોડી વધુ બનાવીઃ અભ્યાસ

કોવેક્સિનની તુલનામાં કોવિશિલ્ડે એન્ટિબોડી વધુ બનાવીઃ અભ્યાસ

નવી દિલ્હીઃ એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોનાની રસી કોવિશિલ્ડે કોવેક્સિનની તુલનામાં વધુ એન્ટિબોડી બનાવી છે. ભારતમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં ડોક્ટર અને નર્સ સામેલ હતા, જેમણે આ બંને રસીમાંથી કોઈ એક ડોઝ લીધો હતો.

આ સ્ટડી મુજબ 515 હેલ્થ વર્કર્સ (305 પુરુષો, 210 મહિલા)માંથી 95 ટકાએ બંને રસીના બે ડોઝ લીધો હતો. બધાની બોડીમાં હાઇ એન્ટિબોડીનું નિર્માણ થયું છે. એમાં 425 લોકોએ કોવિશિલ્ડ અને 90 લોકોએ કોવેક્સિન લીધી હતી. કોવિશિલ્ડ રસી લેનારાઓમાં 98.1 ટકા એન્ટિબોડી અને કોવેક્સિન લેનારાઓમાં 80 ટકા એન્ટિબોડી બની હતી. આ સ્ટડીમાં માલૂમ પડ્યું હતું કે કોવિશિલ્ડ અને કોવેક્સિનની તુલનામાં કોવિશિલ્ડ લેનારાઓમાં વધુ એન્ટિબોડી બનતી જોવા મળી હતી.

આ સ્ટડીમાં કોવિશિલ્ડના મામલે 5.5 ટકાના સંક્રમણનું જોખમ જોવા મળ્યું હતું, જ્યારે કોવેક્સિન માટે એ 2.2 ટકા છે. વળી, જાતિ, બોડી, માસ ઇન્ડેક્સ અને બ્લડ ગ્રુપ વગેરેમાં કોઈ ફેર જોવા નહોતો મળ્યો. જોકે 60 વર્ષ અને એનાથી વધુ વયના લોકો અથવા ટાઇપ-2 ડાયાબિટીઝવાળા લોકોમાં ઊંચી એન્ટિબોડી બનાવવાનો દર ઘણો ઓછો હતો. જે ઓછી એન્ટિબોડી બનાવવાનો સંકેચ છે.

આ સ્ટડીમાં માલૂમ પડ્યું હતું કે બંને રસી કામ કરી રહી છે. આવામાં રસીકરણનો વિસ્તાર કરીને કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટે ફોકસ કરવાનું રહેશે, કેમ કે ભારતની કુલ વસતિના ચાર ટકાથી ઓછા લોકોએ બંનેમાંથી કોઈ પણ રસીનો ડોઝ મળ્યો છે, જ્યારે 15 ટકા હજી એક ડોઝ જ લગાવ્યો છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular