Wednesday, September 3, 2025
Google search engine
HomeNewsNational15 રાજ્યોમાં 24-કલાકમાં કોરોનાથી કોઈ મરણ નથી

15 રાજ્યોમાં 24-કલાકમાં કોરોનાથી કોઈ મરણ નથી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઈરસ બીમારીથી 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈ મરણ નોંધાયું નથી. એવી જ રીતે, સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાથી એકેય મરણ નોંધાયું નથી.

દેશભરમાં કોરોનાનું જોર નબળું પડી રહ્યું છે એવું જણાવીને સરકારે કહ્યું છે કે દેશમાં કોરોનાના કુલ કેસોની સરખામણીમાં સક્રિય કેસો માત્ર 3.12 ટકા છે. મતલબ કે દર 10 લાખ વ્યક્તિમાં 112ના મરણ. જોકે દેશમાં કોવિડ-19ના જે કેસો છે એમાં 71 ટકા હિસ્સો કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular