Monday, July 14, 2025
Google search engine
HomeNewsNationalઆજથી શતાબ્દી, રાજધાની સહિત અનેક સ્પેશિયલ ટ્રેનો રદ

આજથી શતાબ્દી, રાજધાની સહિત અનેક સ્પેશિયલ ટ્રેનો રદ

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે તેથી ભારતીય રેલવેએ શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, દુરન્તો, વંદા ભારત અને જન શતાબ્દી એક્સપ્રેસ જેવી લાંબા અંતરની 28 જોડી વિશેષ ટ્રેનોને આજથી રદ કરવાનો નિર્ણય લીધો છે. નવો આદેશ ન મળે ત્યાં સુધી આ ટ્રેનો રદ થયેલી રહેશે. આમાં 8 જોડી શતાબ્દી, બે જોડી દુરન્તો, બે જોડી રાજધાની અને એક જોડી વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

ઉત્તર રેલવેએ ઓછી સવારી અને કામગીરીઓને લગતા કારણોસર સ્પેશિયલ ટ્રેનો રદ કરી છે જ્યારે પૂર્વીય રેલવેએ ઓછી સવારી મળવાને કારણે ગઈ 7 મેથી 16 ટ્રેનો બંધ કરી દીધી છે. એવી જ રીતે, સાઉથ સેન્ટ્રલ રેલવેએ ગઈ 28 એપ્રિલથી 1 જૂન સુધી 10 ટ્રેનોને રદ કરી છે. મધ્ય રેલવેએ 23 પેસેન્જર ટ્રેનોને રદ કરી છે. આમાં મુંબઈ (સીએસએમટી)-કોલ્હાપુર અને મુંબઈ-પુણે સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular