Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalકોવિડ-19: સરકારી મદદ મળી કે નહીં એ આ રીતે તપાસો...

કોવિડ-19: સરકારી મદદ મળી કે નહીં એ આ રીતે તપાસો…

કોરોના વાઇરસને કારણે દેશભરમાં થયેલા લોકડાઉનની વચ્ચે જન ધન ખાતાઓ રાખવાવાળી મહિલાનાં ખાતાઓમાં આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના પૈસા આવવાના શરૂ થઈ ગયા છે.  એની સાથે જ ખેડૂતોના PM  કિસાન સન્માન નિધિથી વૃદ્ધ, વિકલાંગ અથવા વિધવા પેન્શન ખાતાઓમાં સરકારી મદદના પૈસા આવવાના છે, પણ સવાલ એ છે કે તમને કેવી રીતે ખબર પડશે કે પૈસા કેવી રીતે ખાતામાં આવ્યા કે નહીં?

પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ સરકારી મદદના પૈસા આવ્યા કે નહીં, એ જાણવું મુશ્કેલ નથી. નાણાં મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે કોરોના વાઇરસથી લડવા માટે જે સરકારી મદદની જાહેરાત થઈ છે, એમાં પૈસા પહોંચવાનો સિલસિલો શરૂ થયો છે. જોકે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બેન્કમાં વધુ ભીડ ભેગી ના થાય. એટલા માટે પૈસાને તબક્કાવાર મોકલવામાં આવી રહ્યા છે. અમને તમને પૈસા ખાતામાં આવ્યા કે નહીં એ જાણવાના પાંચ પ્રકાર બતાવીએ છીએ.

ખાતા સંખ્યાના અંતિમ અંકથી જાણો…

સરકાર દ્વારા પ્રારંભમાં જન ધન ખાતા રાખવાવાળી મહિલાઓના પૈસા મોકલવામાં આવી રહ્યા છે. કોના ખાતામાં આ પૈસા આવ્યા એ જાણવાની સરળ રીત છે.  જે ખાતાધારકોની ખાતા સંખ્યામાં 0થી 1 સંખ્યા છે, તેમન ખાતામાં ત્રીજી એપ્રિલે આ પૈસા પહોંચી ગયા છે. જે ખાતાધારકોના ખાતાના અંકમાં બે અને ત્રણ અંક છે. તેમના ખાતામાં ચોથી એપ્રિલે પૈસા પહોંચશે. જે ખાતાના અંતમાં ચાર અને પાંચ અંક છે, તેમના ખાતામાં સાત એપ્રિલે પૈસા આવશે અને જે ખાથાના અંતમાં છ અને સાત અંક છે, તેમના ખાતામાં આઠ એપ્રિલે અને જે ખાતાના અંતમાં આઠ અને નવ અંકવાળા ખાતામાં નવ એપ્રિલે પૈસા પહોંચશે.

મોબાઇલ પર SMS જુઓ

ઇન્ડિયન બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે જે જન ધન ખાતાથી મોબાઇલ નંબર જોડાયેલા છે, એના પર પૈસા જમા થવા પર માહિતી મોકલવામાં આવી છે. ખાતાના લાભાર્થીના મોબાઇલ નંબર પર SMS આવી જતાં જાણી શકાય છે કે પૈસા ખાતામાં જમા થયા, પણ મુશ્કેલી એ છે કે 70 ટકા જન ધન ખાતામાં મોબાઇલ નંબર જ નથી.

બેન્કની શાખાથી માલૂમ કરી શકાય

તમને ઉપર આપેલા પ્રકારથી માહિતી નથી મળતી તો તમે તમારી બેન્કની શાખામાં જાઓ. ત્યાં બેન્કના ક્રમચારી અથવા મેનેજર તમને કહેશે કે તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં?

બેન્ક મિત્રથી માલૂમ કરો

તમારા ઘરથી તમારી બેન્ક શાખા દૂર હોય તો તમારા ઘરની આસપાસ સ્થિત તમારા બેન્ક મિત્ર પાસે જઈને માહિતી મેળવી શકો છો. તમે તમારો ખાતા નંબર તમારા ડિવાઇસમાં નાખીને જાણી શકો છો કે તમારા પૈસા તમારા ખાતામાં આવ્યા કે નહીં?

ન્યૂઝપેપરથી માહિતી મળશે

નાણાં મંત્રાલયના અધિકારીનું કહેવું છે કે જેવની કોઈ યોજના હેઠળ સરકારી મદદ રિલીઝ કરવામાં આવે કે તરત જ એની માહિતી ન્યૂઝપેપરમાં આવશે. જેમ કે જન ધન ખાતા રાખવાવાળી મહિલાઓના ખાતામાં પૈસા મોકલવામાં આવે એના એક દિવસ પહેલાં પત્રકારોને એ વિશે માહિતી આપવામાં આવે છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular