Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalભારતમાંથી કોરોના ક્યારે જશે? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યા આંકડા

ભારતમાંથી કોરોના ક્યારે જશે? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યા આંકડા

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીનો કહેર દેશમાં રોજે-રોજ વધતો જઈ રહ્યો છે. આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવનારા કેસોની સંખ્યા તેજીથી વધી રહી છે. કોરોના સામે લડવા માટે કેન્દ્ર સહિત તમામ રાજ્ય સરકારો એકજૂટ બનીને કામ કરી રહી છે. આ દરમ્યાન કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે જો 16 મે સુધી કોરોના વાયરસ લોકડાઉનનું પાલન થાય તો કોવિડ-19 ના કોઈ નવા કેસ નહી આવે. આ સાથે જ એક ગ્રાફ પણ શેર કરવામાં આવ્યો. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસ લોકડાઉન ખૂબ સારું રહ્યું છે. નહીતર કોવિડ-19 થી સંક્રમિતોની સંખ્યા વર્તમાન સમયમાં બે ગણી થઈ ગઈ હોત. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફ્રરન્સ દરમિયાન નીતિ આયોગના સભ્ય અને અધિકાર પ્રાપ્ત ગ્રુપ 1 ના અધ્યક્ષ ડો. વી.કે.પોલે કહ્યું કે, દેશમાં લાગુ લોકડાઉન કોવિડ-19 ને ધીમું કરવા અને જીવ બચાવવામાં પ્રભાવી સાબિત થયા છે. કારણ કે ભારતમાં અત્યારે 23,000 જેટલા કોરોના વાયરસના કેસો છે. જો આવું હોય તો આજે આ કેસ 73,000 સુધી પહોંચી શકતા હતા.

ઉલ્લેખનીય છે કે દેશમાં 723 જેટલા લોકોનું કોરોના વાયરસની ઝપેટમાં આવવાથી મોત થયું છે. સાથે જ કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા 23452 સુધી પહોંચી ગઈ છે. ભારતમાં કોરોના વાયરસના 17,915 જેટલા કેસ છે. જ્યારે 4814 જેટલા લોકો સારવાર બાદ સાજા થયા છે અને હોસ્પિટલથી પોતાના ઘરે ગયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular