Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 6566 નવા કેસ, 194 લોકોનાં મોત

કોરોનાના 6566 નવા કેસ, 194 લોકોનાં મોત

નવી દિલ્હીઃ વિશ્વના દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દોઢ લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 1,58,333 થઈ ગઈ છે અને આ વાઇરસથી અત્યાર સુધી 4531 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 6566 નવા કેસો સામે આવ્યા છે અને 194 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 67,692 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. રિકવરી રેટ વધીને 42.75 ટકા થયો છે.

 

અમેરિકા વિશ્વમાં કોરોના વાઇરસનું હબ

અમેરિકામાં કોવિડ-19થી અત્યાર સુધી એક લાખથી વધુ લોકોનાં મોત થયાં છે, જેમાં ન્યુ યોર્કમાં આશરે 30,000 મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કુલ 16,700 નવા કેસ નોંધાયા છે.  ન્યુ યોર્ક, ન્યુ જર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધુ કોરોના વાઇરસના કેસ જોવા મળ્યા છે.

વિશ્વમાં કોરોનાના 56 લાખ કેસો

વિશ્વભરમાં કોરોનાના કેસની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલય મુજબ વિશ્વભરમાં અત્યાર સુધી કોવિડ-19ના કુલ 56 લાખ 90,000 કેસો છે, જ્યારે મોતનો આંકડો 3.56 લાખે પહોંચ્યો છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 23.50 લાખ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular