Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના કેસમાં ઉછાળોઃ મરકઝથી વધુ 65 ટકાનો વધારો

કોરોનાના કેસમાં ઉછાળોઃ મરકઝથી વધુ 65 ટકાનો વધારો

નવી દિલ્હીઃ દેશમાં પાછલા કેટલાક દિવસોથી કોરોના વાઇરના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. નવા જે કેસમાં વધારો થયો છે એમાં તબલિગી જમાતના વડા મથક નિઝામુદ્દીન મરકઝમાં પાછલા મહિને થયેલા કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોની બહુ મોટી બેદરકારી પણ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ પાછલા બે દિવસોમાં તબલિગી જમાતથી સંકળાયેલા 647 લોકોમાં કોરોનાના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ કેસ દેશના 14 રાજ્યોમાંથી સામે આવી રહ્યા છે. પાછલા બે-ત્રણ દિવસોમાં કોરોના જે નવા કેસ સામે આવી રહ્યા છે એમાં અડધાથી વધારે મરકઝ સાથે જોડાયેલા છે.

તબલિગી જમાતથી સંકળાયેલા 65 ટકા નવા કેસ

ગુરુવારે રાત્રે પોણા 12 વાગ્યા સુધી દેશભરમાંથી જે કોરોના વાઇરસના કુલ 485 નવા કેસ નોંધાયા છે, એમાંથી કમસે કમ 295 કેસો એ લોકોના છે, જેમણે મરકઝના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એટલે કે આશરે 65 ટકા નવા કેસોનો સ્રોત તબલિગી જમાતના કાર્યક્રમમાંથી આવ્યા છે.

દિલ્હીમાં 384 કેસ, નવા કેસ 91માંથી 77 મરકઝના

દિલ્હીમાં કોરોના વાઇરસના આજે નવા કેસ 91 સામે આવ્યા છે, જેમાં 77 તબલિગી જમાતના છે. દિલ્હીમાં  કોરોનાના કેસ વધીને 386 થયા છે.

દેશમાં કોરોનાના કુલ કેસ 2301 કેસ, 56નાં મોત

દેશમાં અત્યાર સુધી કોરોના કેસ વધીને 2,301 થયા છે, જેમાં કોરોનાથી મોતનો આંકડો 56 સુધી પહોંચ્યો છે. આમાં તબલિગી જમાતના લોકોમાંથી 20 જણનાં મોત થયાં છે. જોકે આ રોગમાંથી અત્યાર સુધી 157 લોકો સાજા પણ થયા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular