Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા 59 લાખને પારઃ મૃતકોની સંખ્યા 20 લાખે પહોંચવાની વકી

કોરોના સંક્રમિતોની સંખ્યા 59 લાખને પારઃ મૃતકોની સંખ્યા 20 લાખે પહોંચવાની વકી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 59 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 85,362 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1089 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 59,03,932 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 93,420 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 48,49,584 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,60,969 પહોંચી છે. રિકવરી રેટ વધીને 82.14 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.60 ટકા થયો છે.

7.02 કરોડ સેમ્પલ ટેસ્ટ

દેશમાં અત્યાર સુધી કોરોનાના 7.02,69,975 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યાં છે. ગઈ કાલે 13,41,535 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 6.36 ટકા છે.

કોરોનાની ઝડપ આમ રહી તો વિશ્વમાં 20 લાખનાં મોત થવાની શક્યતા

ચીનમાંથી કોરોના વાઇરસ ફેલાયાને નવ મહિનામાં મૃતકોની સંખ્યા એક લાખ થવા જઈ રહી છે. WHOના વરિષ્ઠ સલાહકાર બ્રુસ એયલવોર્ડે કહ્યું હતું કે અમારી વાતચીત ચીનની સાથે એની ભૂમિકા પર રહી છે, જેમાં આગળ વધવામાં મદદ મળી છે. તેમણે તાઇવાનના WHOના કાર્યક્રમમાં સામેલ થવાની પુષ્ટિ કરી હતી. તાઇવાન એ WHOનો સભ્ય દેશ નથી. વિશ્વમાં સખતાઈ અને લોકડાઉનમાં ઢીલ અપાયા પછી યુવાનો કોરોના વાઇરસને ફેલાવી રહ્યા છે.  WHOએ કહ્યું હતું કે જો કોરોના આ જ રીતે ફેલાતો રહ્યો તો મૃતકોનો આંકડો 20 લાખ થવાની શક્યતા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular