Tuesday, August 5, 2025
Google search engine
HomeNewsNationalછેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 23%નો ઉછાળો

છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 23%નો ઉછાળો

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં 23 ટકાનો ઉછાળો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 46,164 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 607 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,25,58,530 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,36,365 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,17,88,440 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 34,159 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,33,725એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.63 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેરળમાં 31,000થી વધુ કેસ

કેરળમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં  31,000થી વધુ કેસો નોંધાયા છે. રાજ્ય સરકારે આ વધારાને ઓણમને જવાબદાર ઠેરવ્યો છે. રાજ્યમાં 19..03 ટકા પોઝિટિવિટી રેટ સાથે 215 મોત નોંધાયા છે. રાજ્યમાં બુધવારે કોરોનાના 31,445 નવા કેસો નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,87,283 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 51.27 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 60.38 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 60,38,46,475 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 80,40,407 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular