Friday, June 20, 2025
Google search engine
HomeNewsNationalકોરાનાના નવા 45,720 કેસઃ વિશ્વમાં કોરોના વાઇરસ સંક્મણનો નવો રેકોર્ડ

કોરાનાના નવા 45,720 કેસઃ વિશ્વમાં કોરોના વાઇરસ સંક્મણનો નવો રેકોર્ડ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,720 નવા કેસ સામે આવ્યા છે અને 1129 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર થઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 12,38,635 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 29,861 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 7,82,606 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,26,167એ પહોંચી છે. રિકવરી રેટ 63.18 ટકાએ પહોંચ્યો છે.

વિશ્વમાં કોરોના વાઇરસ સંક્મણનો નવો રેકોર્ડ

વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણનો નવો રેકોર્ડ વધારો થયો છે. પાછલા 24 કલાકમાં 2.78 લાખ નવા કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધીમાં સૌથી મોટો આંકડો છે. પાછલા 24 કલાકમાં 7107 લોકોનાં મોત થયાં છે.

અમેરિકામાં 40.99 લાખથી વધુ કોરોનાના કેસ

અમેરિકા હજી પણ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં સૌથી ઉપર છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 40.99 લાખથી વધુ છે. અમેરિકામાં 1.46 લાખ લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં 71,000થી વધુ નવા કેસ નોંધાયા છે અને 1207 લોકોનાં મોત થયાં છે. જ્યારે બ્રાઝિલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 22 લાખે પહોંચી છે. જ્યારે 82,000થી વધુનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular