Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalકોંગ્રેસીઓએ ‘ભારત જોડો યાત્રા’માં એકમેક પર લાઠી-ડંડા વરસાવ્યા

કોંગ્રેસીઓએ ‘ભારત જોડો યાત્રા’માં એકમેક પર લાઠી-ડંડા વરસાવ્યા

કૌશાંબીઃ ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં કોંગ્રેસની પ્રાદેશિક ભારત જોડો યાત્રામાં લાઠી-ડંડા અને ઇંટ-પથ્થરમારો થયો હતો. કોંગ્રેસીઓએ એકમેકને લાઠી-ડંડા અને લાતંલાત અને મારામારી કરીને પિટાઈ કરી હતી. બંને જૂથો એકમેક સાથે ટકરાવાથી અફરાતફરી મચી ગઈ હતી. આ પદયાત્રામાં અરાજકતાને લીધે રાહદારીઓ અને દુકાનદારોને ઇજા પહોંચી હતી, જેથી અનેકને ઇજા થઈ તો અનેક ફેરિયાઓનો માલસામાન વેરવિખેર થયો અને મારપીટ થઈ હતી.

પાર્ટીમાં પીસી સભ્ય અને ભૂતપૂર્વ પ્રધાનના બે જૂથ પદયાત્રા દરમ્યાન પ્રદેશ પ્રભારી અજય રાયની સાથે ચાલવા માટે એકમેક સાથે બાખડી પડ્યા હતા. કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં મુખ્ય અતિથિ સાથે ચાલવા માટે કોંગ્રેસીઓના બે જૂથોમાં મારપીટ અને ઝપાઝપીનો મામલો સામે આવ્યો હતો. પોલીસે આ મામલે અરાજકતા ફેલાવનારા બે લોકોની ધરપકડ કરી હતી, એમ ASP સમર બહાદુરે જણાવ્યું હતું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જેમ પ્રાદેશિક સ્તરે સ્થાનિક કોંગ્રેસ નેતાએ જિલ્લા સ્તરે ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે.  જિલ્લાના ભરવારી નગરપાલિકાની રોહી બાયપાસથી ભરવારી કસબામાં કોંગ્રેસી નેતાઓએ પદયાત્રા કાઢી હતી.  આ યાત્રાનું નેતૃત્વ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અજય રાય કરી રહ્યા હતા. કોંગ્રેસના પીસીસી સભ્ય અને પ્રયાગરાજના હટવાના ભૂતપૂર્વ પ્રધાનના સમર્થક અજય રાયની સાથે ચાલવા માટે આપસમાં ઝઘડી પડ્યા હતા. ત્યાર બાદ આ ઝઘડો ઉગ્ર બન્યો હતો અને મારપીટમાં બદલાઈ ગયો હતો.

કોંગ્રેસીઓ વચ્ચે રસ્તા પર ખુલ્લેઆમ એકમેક પર લાઠી-ડંડા અને પથ્થરમારો થયો હતો. જેથી આ પદયાત્રામાં મારપીટ અને અરાજકતા ફેલાઈ હતી. પોલીસ વિડિયો ફુટેજને આધારે અન્ય લોકોની ઓળખ કરી રહી છે અને જરૂરી કાર્યવાહી કરી રહી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular