Saturday, July 19, 2025
Google search engine
HomeNewsNationalઉ.પ્ર. વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એકલે હાથે લડશે

ઉ.પ્ર. વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એકલે હાથે લડશે

બુલંદશહર (ઉ.પ્ર.): કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે જાહેરાત કરી છે કે એમનો પક્ષ ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે જોડાણ નહીં કરે. ઉત્તર પ્રદેશમાં હાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. રાજ્યમાં 2022ના ફેબ્રુઆરી-માર્ચમાં નવી વિધાનસભાની ચૂંટણી યોજવાનું નિર્ધારિત છે.

અહીં પક્ષના કાર્યકર્તાઓના એક સંમેલનમાં સંબોધન કરતાં પ્રિયંકાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બધી બેઠક પર લડશે અને ચૂંટણી એકલે હાથે લડશે. પક્ષના ઘણાં કાર્યકર્તાઓએ મને કહ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં આપણે કોઈ પણ પક્ષ સાથે જોડાણ કરવું ન જોઈએ. હું તમને બધાને ખાતરી આપું છું કે આપણે બધી જ બેઠકો પર ચૂંટણી લડીશું અને એકલે હાથે લડીશું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular