Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ પરિવર્તનની માગને કોંગ્રેસે ફગાવી

ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ પરિવર્તનની માગને કોંગ્રેસે ફગાવી

નવી દિલ્હીઃ હરિયાણા, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મળેલી સજ્જડ હાર પછી ઇન્ડિયા ગઠબંધનની અંદર બધું સમુંસૂતરું નથી. TMC ચીફ અને પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજે હાલમાં જ ગઠબંધનનું સુકાન સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમના નિવેદન પછી ગઠબંધનના અન્ય સાથીઓએ પણ કોંગ્રેસવિરોધી સૂર વ્યક્ત કર્યા હતા. મહારાષ્ટ્રમાં શિવસેના UBTથી નારાજ SPએ MVAથી અલગ થવાનું એલાન કર્યું છે. પ્રાદેશિક પક્ષો પણ કોંગ્રેસ દ્વારા કમાન સાંભળવાથી નજરે નથી પડતા.

TMC સાંસદ કીર્તિ આઝાદે કોંગ્રેસના સુકાન સંભાળવા પર સવાલો ઊભા કર્યા હતા. તેમણે TMCનાં નેતા મમતા બેનરજીને ગઠબંધનના અધ્યક્ષ બનાવવા માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે હાલના સમયે ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ પરિવર્તનને લઈને ગંભીર ચર્ચા થઈ રહી છે.બીજી બાજુ મમતા બેનરજીને શરદ પવારે ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે મમતા બેનરજીને ઇન્ડિયા બ્લોકના અધ્યક્ષ બનાવવા જોઈએ.તેમણે નેતૃત્વ પરિવર્તનની વકીલાત કરી હતી. આ સાથે મમતા બેનરજીને શિવસેના UBTએ પણ ટેકો આપ્યો હતો.

બીજી બાજુ, કોંગ્રેસનું કહેવું છે કે તે મમતાના દબાણમાં નહીં આવે. ઇન્ડિયા ગઠબંધનની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ સહયોગીઓના દબાણ સામે નહીં ઝૂકે. કોંગ્રેસ નેતૃત્વએ નક્કી કર્યું છે કે કોઈ દબાણમાં પાર્ટી નહીં આવે. કોઈની સામે નિવેદનબાજી નથી કરવી, ભલે અન્ય પાર્ટીઓ એને ઉશ્કેરતી રહે. આગામી દોઢ વર્ષ જે રાજ્યોમાં ચૂંટણી છે, ત્યાં કોંગ્રેસને ઇન્ડિયા બ્લોકથી વધુ લેવા-દેવા નથી.

Up કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અજય રાયે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ મોટા ભાઈની ભૂમિકામાં હતી અને હંમેશાં રહેશે. રાહુલ ગાંધી અમારા નેતા છે અને નેતા રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular