Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalકોંગ્રેસની ચૂંટણીની પ્રક્રિયા સ્વતંત્ર છે, છુપાવવા માટે કંઈ નથીઃ મિસ્ત્રી

કોંગ્રેસની ચૂંટણીની પ્રક્રિયા સ્વતંત્ર છે, છુપાવવા માટે કંઈ નથીઃ મિસ્ત્રી

નવી દિલ્હીઃ કોંગ્રેસ માટે હાલના સૌથી મોટો સવાલ એ છે આગામી પક્ષપ્રમુખ કોણ? હાલ પક્ષમાં પક્ષપ્રમુખને ચૂંટી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે એને લઈને સતત સવાલ ઊભા થઈ રહ્યા છે, પણ ચૂંટણીપ્રક્રિયાની જવાબદારી સંભાળી રહેલા પાર્ટીના સિનિયર નેતા મધુસૂદન મિસ્ત્રીએ કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીની પ્રક્રિયા સમજાવી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટીની પાસે છુપાવવા માટે કંઈ નથી, બલકે અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શી છે.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને કેટલાક લોકોએ મત કોણ આપશે- એની માહિતી નહીં હોવાની ફરિયાદ કરી હતી. એને દૂર કરવામાં આવી છે. એ મતદાર યાદી ચૂંટણી ઓફિસમાં મોજૂદ રહેશે અને જે પણ કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી લડવા નામાંકન દાખલ કરવા ઇચ્છતા હશે, તે એ યાદીને જોઈ શકશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીની પ્રક્રિયા હંમેશાં મુક્ત પ્રક્રિયા હતી અને પાર્ટીની પાસે છુપાવવા માટે કંઈ નથી, એ આગળ પણ આ જ રીતે સ્વતંત્ર રહેશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular