Thursday, August 7, 2025
Google search engine
HomeNewsNationalકંડક્ટરને ચાલતી બસમાં આવ્યો હાર્ટ એટેક, 30 સેકન્ડમાં મોત

કંડક્ટરને ચાલતી બસમાં આવ્યો હાર્ટ એટેક, 30 સેકન્ડમાં મોત

ભોપાલઃ મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં એક દુખદ ઘટના CCTVમાં કેદ થઈ છે. ખરગોન જિલ્લાના બાલકવાડા ક્ષેત્રમાં મુંબઈ નેશનલ હાઇવે પર એક ચાલતી બસમાં કંડક્ટરને હાર્ટ એટેક આવવાની મોત થયું છે. આ ઘટનાનો વિડિયો વાઇરલ થઈ ગયો છે. એ વિડિયો માત્ર 30 સેકન્ડનો છે, જેમાં જોઈ શકાય છે કે કંડક્ટરને તકલીફ થાય છે, જે પછી તે સીટ પર અંતિમ શ્વાસ લે છે.

આ વિડિયોમાં બાજુની સીટમાં બેઠેલાં દંપતી કંડક્ટરને જ્યારે તકલીફમાં જુએ છે, ત્યારે હેરાન થઈ જાય છે. વડીલ દંપતીની મદદ કરવાના નિષ્ફળ પ્રયાસ પણ કરે છે. આ ઘટના આગ્રા-મુંબઈ નેશનલ હાઇવેના મગરખેડી ગ્રામની નજીકની છે.

40 વર્ષીય કંડક્ટર અંતિમ કુમાવતને હાર્ટ એટેક આવ્યાની ઘટના પછી બસચાલક તેમને પાંચ કિલોમીટર દૂર બડવાની જિલ્લાના ઠીકરી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈને પહોંચે છે, જ્યાં ડોક્ટરો તેમને મૃત જાહેર કરે છે. ઠીકરીના પોલીસ સ્ટેશનના પ્રભારી ભવાની રામ વર્માએ જણાવ્યું હતું કે આ ઘટના 20 મેની બની હતી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને એના પરિવાજનોને સોંપી દીધો હતો.

ડોક્ટરોએ આ ઘટનાનું કારણ કંડક્ટરને આવેલો હાર્ટ એટેક સિવિયર બતાવ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે કહ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત કાર્ડિયક એરેસ્ટને પગલે થયું હતું.

પરિવારજનોએ કહ્યું હતું કે કુમાવત કંડક્ટર હતા અને એ સમયે એક ખાનગી યાત્રી બસથી ઇન્દોરથી પુણ જઈ રહ્યા હતા. તેમને આ પહેલાં કોઈ મોટી બીમારી નહોતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular