Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalકોર્ટમાં હાજર થયેલા CM કેજરીવાલને મળ્યા જામીન

કોર્ટમાં હાજર થયેલા CM કેજરીવાલને મળ્યા જામીન

નવી દિલ્હીઃ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ હાજર થયા હતા. કોરટે EDના સમન્સ પર હાજર ના થવા પર તપાસ એજન્સી દ્વારા નોંધવામાં આવેલા બે કેસોમાં દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલને જામીન આપ્યા છે. દિલ્હીના મુખ્ય મંત્રીને આ જામીન IPCની કલમ 174ના ઉલ્લંઘન પર છે.

રાઉઝ એવન્યુ કોર્ટે બંને પક્ષકારોને સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. અરવિંદ કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ કહ્યું હતું કે ED દ્વારા સંપૂર્ણ દસ્તાવેજો આપવામાં આવ્યા નથી. તેમને આપવા જોઈએ. કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન માટે રૂ. 15,000ના જામીન બોન્ડ ભરવા જણાવ્યું હતું.ત્યાર બાદ કેજરીવાલના વકીલે કોર્ટને અરજ કરી હતી કે તેમના ક્લાયન્ટને જવા દેવામાં આવે અને આ મામલે દલીલો ચાલુ રાખવામાં આવે. રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ દિલ્હીના સીએમ કોર્ટ રૂમમાંથી બહાર આવ્યા હતા.  દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં EDએ સીએમ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે આઠ વખત સમન્સ જારી કર્યા હતા, પરંતુ દિલ્હીના સીએમ કેજરીવાલ એક પણ વખત પણ હાજર નહોતા થયા.

સતત પાંચ સમન્સ બાદ પણ CM કેજરીવાલ EDની પૂછપરછમાં સામેલ ન થતાં તપાસ એજન્સીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ બજેટ સત્ર અને દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાને કારણે તે વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર થયા હતા.  હવે આ કેસ પરની સુનાવણી એક એપ્રિલે થશે, પણ હવે કેજરીવાલે વ્યક્તગત રીતે હાજર નહીં રહે તો ચાલશે..

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular