Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalCM કેજરીવાલે નીચલી કોર્ટના સમન્સને સેશન કોર્ટમાં પડકાર્યા

CM કેજરીવાલે નીચલી કોર્ટના સમન્સને સેશન કોર્ટમાં પડકાર્યા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ લિકર કૌભાંડથી સંબંધિત EDના સમન્સ પર મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદાને પડકાર્યો છે. મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલે હવે સેશન કોર્ટમાં ધા નાખી છે. EDએ કેજરીવાલને કુલ આઠ વખત સમન્સ મોકલ્યા હતા, જેને તેમણે નજર અંદાજ કર્યા છે. EDએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી આપી તો કોર્ટે પણ સમન્સ મોકલી દીધા છે. હવે એ આદેશની વિરુદ્ધ CM કેજરીવાલ રાઉઝ એવન્યુ કોર્ટમાં સેશન્સ કોર્ટ પહોંચ્યા છે.

New Delhi: Delhi Chief Minister Arvind Kejriwal addresses a press confrence via video conference, in New Delhi, Friday, Feb 09, 2024.(IANS/Video Grab)કેજરીવાલ ACMM દિવ્યા મલ્હોત્રાના આદેશોની વિરુદ્ધ સેશન કોર્ટમાં ગયા છે. તેમની કોર્ટે કેજરીવાલને 16 માર્ચે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ કર્યો હતો. EDએ મેજિસ્ટ્રેટ કોર્ટની સમક્ષ બે ફરિયાદ દખલ કરી હતી. કેજરીવાલને જારી કરવામાં આવેલા સમન્સને તેમણે નજરઅંદાજ કરવા માટે તેમની વિરુદ્ધ કેસ ચલાવવાની માગ કરી હતી.

EDએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરીને કેજરીવાલ પર કેસ ચલાવવાની માગ કરી હતી. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે EDના આઠમા સમન્સનો જવાબ આપતાં કહ્યું હતું કે EDનું સમન્સ ગેરકાયદે છે, પરંતુ તેમ છતાં હું જવાબ આપવા તૈયાર છું. તેમણે 12 માર્ચ પછીની તારીખ માગી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે તે એજન્સીના સવાલોના જવાબ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આપશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોર્ટ આ અંગે આદેશ આપશે તો જ તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે. કોર્ટે કેજરીવલને 16 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular