Tuesday, August 5, 2025
Google search engine
HomeNewsNationalCM અરવિંદ કેજરીવાલે હવે કોર્ટમાં હાજર થવું પડશે

CM અરવિંદ કેજરીવાલે હવે કોર્ટમાં હાજર થવું પડશે

નવી દિલ્હીઃ દિલ્હીના લિકર કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે હવે કોર્ટમાં હાજર થવું પડશે. EDના પાંચ સમન્સ છતાં તેઓ એજન્સીની સામે હાજર નથી થયા. હવે તેમણે 17 ફેબ્રુઆરીએ હાજર થવું પડશે. કોર્ટના આદેશ પર હાજર નહીં થવા પર કોર્ટ તેમની ધરપકડ વોરન્ટ પણ જારી કરે એવી શક્યતા છે.

 રાઉઝ એવન્યૂ કોર્ટની અધિક મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ સીએમ કેજરીવાલને સમન જાહેર કરવાના આદેશ આપ્યા છે. રાઉઝ એવેન્યૂ કોર્ટના અધિક મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ સીએમ કેજરીવાલને સમન જાહેર કરતાં 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા છે.ત્રીજી ફેબ્રુઆરીએ એડિશનલ સોલિસિટર જનરલ એસવી. રાજુએ ED તરફથી કોર્ટમાં દલીલ આપી હતી. કોર્ટના આદેશ બાદ આમ આદમી પાર્ટીના નેતાએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે કોર્ટના ઓર્ડરનું અધ્યયન કરી રહ્યા છીએ અને કાનૂન અંતર્ગત પગલા ઉઠાવવામાં આવશે.

કેજરીવાલને બીજી ફેબ્રુઆરીએ ક્રાઇમ બ્રાન્ચ સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું  હતું. તે આમ આદમી પાર્ટીના સંયોજકને જાહેર કરવામાં આવેલું પાંચમું સમન હતું. કેજરીવાલ શુક્રવારે પાંચમા સમન પર ED સમક્ષ હાજર થયા નહોતા. છેલ્લા ચાર મહિનામાં ચાર વાર બોલાવવા છતાં સમનને ગેરકાયદે ગણાવીને તે ઈડી સામે હાજર થતાં નહોતા.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular