Thursday, September 11, 2025
Google search engine
HomeNewsNationalચીનનું ખેલાડીઓને ‘સ્ટેપલ્ડ વિઝા’ જારી કરવાનું પગલું અયોગ્યઃ ભારત

ચીનનું ખેલાડીઓને ‘સ્ટેપલ્ડ વિઝા’ જારી કરવાનું પગલું અયોગ્યઃ ભારત

નવી દિલ્હીઃ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા ચીન જવા માટે ભારતે અરુણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને બીજિંગ દ્વારા સ્ટેપ્લ્ડ વિસા જારી કર્યા બાદ નવી દિલ્હી બીજિંગ સામે કડક વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે એણે કોમ્યુનિસ્ટ રાષ્ટ્ર સામે પોતાનો હક સુરક્ષિત રાખ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારત આ મામલે ચીની પક્ષ સમક્ષ કડક વિરોધ નોંધાવી ચૂક્યું છે. તેમણે કહ્યું હતું કે એ સરકારના ધ્યાનમાં આવ્યો છે કે આવા કેટલાક ભારતીય નાગરિકોને સ્ટેપલ વિઝા જારી કરવામાં આવ્યા હતા, જેમણે ચીનમાં એક આંતરરાષ્ટ્રીય ગેમ્સના આયોજનમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું હતું.

તેમણે કહ્યું હતું કે એ અસ્વીકાર્ય છે અને અમે ચીની પક્ષની સાથે આ મામલે સતત સ્થિતિ બેવડાવાતાં આકરો વિરોધ નોંધાવ્યો છે. ભારત આ પ્રકારની કાર્યવાહી પર ઉચિત પ્રતિક્રિયા આપવાનો હક સુરક્ષિત રાખે છે. તેમણે એક પત્રકાર પરિષદને સંબોધતાં ત્યારે કરી, જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું અરુણાચલ પ્રદેશના કેટલાય ખેલાડીઓને સ્ટેપલ વિઝા જારી કરવામાં આવ્યા હતા.

ચીન ના માત્ર અરુણાચલ પ્રદેશના લોકો સાથે પણ લદ્દાખની સાથે-સાથે જમ્મુ-કાશ્મીરમાં રહેતા ભારતીયોને પણ સ્ટેપલ વિઝા જારી કરી રહ્યું છે. ચીન આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભારતનું અભિન્ન અંગ હોવાનું સ્વીકાર નથી કરતું. આ સાથે ચીન અરુણાચલ પ્રદેશના આશરે 90,000 સ્ક્વેર કિમીના વિસ્તાર પર દાવો કરે અને એને દક્ષિણ તિબેટ કહે છે, પણ નવી દિલ્હી ચીનના આ દાવાને હંમેશાં ફગાવતી રહી અને કહે છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular