Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalસરહદે ચીનને અતિક્રમણથી અટકાવવામાં આવ્યું: રાજનાથ સિંહ

સરહદે ચીનને અતિક્રમણથી અટકાવવામાં આવ્યું: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીનના સૈનિકોની વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદનાં બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ હંગામો કરી રહ્યા છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં આ મુદ્દે જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને તેમની પોસ્ટ પર પરત મોકલ્યા હતા. સેનાના કોઈ પણ જવાનનું મોત નથી થયું અને ના કોઈ ગંભીર જખમી થયું, એમ તેમણે કહ્યું હતું.

સંરક્ષણપ્રધાને સંસદને કહ્યું હતું કે અરુણાચલમાં તવાંગમાં થયેલી ઘટનામાં નવ ડિસેમ્બરે PLA જવાનોને અતિક્રમણ કરીને યથાસ્થિતિ કરીને બદલવાના પ્રયાસ કર્યા હતા. અમારી સેનાએ ચીની સૈનિકોનો જડબાતોડ સામનો કર્યો હતો.  આ ઘટનામાં બંને સેનાના જવાનો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. સેનાએ ચીની સૈનિકોને અતિક્રમણ કરવાથી અટકાવ્યા હતા અને તેમને ચીનની સરહદમાં ખદેડી મૂક્યા હતા.

આ ઘટના પછી ક્ષેત્રના સ્થાનિક કમાન્ડરે 11 ડિસેમ્બર, 2022એ ચીની સમકક્ષની સાથે એક ફ્લેગ મીટિંગ કરી હતી અને આ ઘટના પર ચર્ચા કરી હતી. ચીની પક્ષને સરહદે શાંતિ રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ મુદ્દાને ચીની પક્ષની કૂટનીતિ સ્તરે ઉઠાવવામાં આવ્યો છે.

અરુણાચલ-પૂર્વના MP અને ભાજપના નેતા તાપિર ગાઓએ પણ કહ્યું હતું કે બંને સેનાની અથડામણમાં ચીની સૈનિકો વધુ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે PLAને વધુ નુકસાન થયું છે. સરહદે ભારતીય સૈનિકો એક ઇંચ પણ નથી ખસ્યા. તેમણે આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. તેમમે કહ્યું હતું કે મને ભારતીય સેના પર ગર્વ છે. અમે શાંતિ ઇચ્છીએ છીએ, પણ તમે હુમલો કરશો તો અમે એનો જડબાતોડ જવાબ આપીશું.

 

x

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular