Friday, August 15, 2025
Google search engine
HomeNewsNationalમનીષ સિસોદીયાના નિવાસે સીબીઆઈનો દરોડો

મનીષ સિસોદીયાના નિવાસે સીબીઆઈનો દરોડો

નવી દિલ્હીઃ આબકારી જકાતની નીતિને લગતા એક કેસના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના અમલદારોએ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાના અત્રેના નિવાસસ્થાન સહિત 10 સ્થળે દરોડા પાડ્યા છે. ખુદ સિસોદીયાએ જ ટ્વિટરના માધ્યમથી આની જાણકારી આપી છે. એમણે અનેક ટ્વીટ કર્યા છે અને એવો દાવો કર્યો છે કે સીબીઆઈના અમલદારોની ટૂકડી એમના નિવાસસ્થાને આવી હતી, મારી અને સત્યેન્દ્ર જૈન સામે ખોટા આરોપો મૂકાયા છે.

એક અન્ય ટ્વીટમાં સિસોદીયાએ કહ્યું છે, સીબીઆઈવાળા આવ્યા છે. ભલે પધાર્યા. અમે તો અત્યંત પ્રામાણિક છીએ. લાખો બાળકોનું ભવિષ્ય ઘડીએ છીએ. આ તો બહુ કમનસીબ બાબત કહેવાય કે જે લોકો આપણા દેશમાં સારું કામ કરી રહ્યા છે એમને આ રીતે પરેશાન કરવામાં આવે છે. એટલા માટે જ આપણો દેશ હજી નંબર-1 બની શક્યો નથી. અમે તપાસમાં એમને પૂરો સહકાર આપીશું, જેથી સત્ય બહાર આવી શકે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular