Wednesday, July 23, 2025
Google search engine
HomeNewsNationalBSNLને પુનર્જિવીત કરવા માટે રૂ.1.64 ટ્રિલિયનનું પેકેજ

BSNLને પુનર્જિવીત કરવા માટે રૂ.1.64 ટ્રિલિયનનું પેકેજ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે કેન્દ્ર સરકાર હસ્તકની ટેલિકોમ કંપની બીએસએનએલ (ભારત સંચાર નિગમ લિમિટેડ)ના પુનરોદ્ધાર માટે રૂ. 1.64 ટ્રિલિયનના પેકેજને આજે મંજૂરી આપી છે. આ જાણકારી કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે આપી છે.

આ નવી મૂડીનો ઉપયોગ ભારત બ્રોડબેન્ડ નિગમ લિમિટેડ (બીબીએનએલ)નું બીએસએનએલમાં વિલિનીકરણ કરીને કંપનીની સેવાઓને અપગ્રેડ કરવા, સ્પેક્ટ્રમની ફાળવણી કરવા અને ફાઈબર નેટવર્ક વધારવા માટે કરવામાં આવશે. વૈષ્ણવે કહ્યું કે રૂ. 1.64 ટ્રિલિયનમાં રૂ. 43,964 કરોડ રોકડ હિસ્સો રહેશે જ્યારે બિન-રોકડ હિસ્સો રૂ. 1.20 ટ્રિલિયનનો રહેશે. આ પેકેજ ચાર વર્ષમાં વાપરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular