Tuesday, December 9, 2025
Google search engine
HomeNewsNationalBSF બંગાળના બોર્ડર વિસ્તારમાં આતંક ફેલાવે છેઃ મમતા બેનરજી

BSF બંગાળના બોર્ડર વિસ્તારમાં આતંક ફેલાવે છેઃ મમતા બેનરજી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વર્ષ 2024માં ભાજપને હરાવવાનું આહવાન ફરી એક વાર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશના લોકોને અરાજકતાને ખતમ કરવા માટેના લોકોની સરકાર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. બંગાળમાં હિંસા અને ભ્રષ્ટાચાર પર ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ હાલમાં ટિપ્પણી પર મમતા બેનરજીએ બંગાળ વિધાનસભામાં એ નિવેદન કર્યું હતું.

તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે બંગાળમાં દેશના અન્ય ભાગોની તુલનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે. તેમણે એ પણ દાવો કર્યો હતો કે સરહદી વિસ્તારોમાં નિર્દોષ લોકો માર્યા જઈ રહ્યા છે. કેન્દ્ર આ  હત્યાઓની તપાસ માટે તપાસ કમિટી મોકલવાની જરા પણ જહેમત નથી કરતી.  તેમણે એ સિવાય વેલેન્ટાઇન ડેએ ગાયને ગળા માટે લગાવવા માટેના નોટિફિકેશન- જેને પછીથી પરત લેવામાં આવે. તેમણે કહ્યું હતું કે જો ગાય આપણને ટક્કર મારે તો શું ભાજપ સરકાર વળતર આપશે.

 તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે ભાજપ ગાયને હગ કરવા માટે પહેલાં રૂ. 10 લાખનો વીમો આપવો જોઈ અને ભેંચને ગળે લગાડવા પર રૂ. 20 લાખનો વીમો આપવો જોઈએ.  ભાજપ એટલો નીચે પડી ગયો છે એણે નોબેલ પુરસ્કારવિજેતા અર્મત્ય સેનનું અપમાન કર્યું હતું.બંગાળમાં વિધાનસભાના નેતા શુભેન્દુ અધિકારીને વિધાનસભામાં તેમનું ભાષણ અટકાવવા બદલ ભાજપે સોમવારે વોકઆઉટ કર્યું હતું. વાસ્તવમાં અધિકારીએ રાજ્યપાલના અભિભાષણની ટીકા કરતાં સંબોધન શરૂ કર્યું હતું.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular