Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalઅરબી સમુદ્રમાં ‘બ્રહ્મોસ’ મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું

અરબી સમુદ્રમાં ‘બ્રહ્મોસ’ મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું

મુંબઈઃ ભારતે સુપરસોનિક ક્રૂઝ ‘બ્રહ્મોસ’ મિસાઈલના પરીક્ષણમાં આજે સફળતા હાંસલ કરી બતાવી છે.

ભારતીય નૌકાદળના સ્વદેશી ટેક્નોલોજીથી બનાવેલા યુદ્ધજહાજ ‘INS ચેન્નાઈ’ પરથી ‘બ્રહ્મોસ’ ફાયર કરવામાં આવી હતી. એણે અરબી સમુદ્ર પરના આકાશમાં રહેલા ટાર્ગેટને સફળતાપૂર્વક તોડી પાડ્યું હતું.

ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.

યુદ્ધજહાજ પરથી ફાયર કરાયેલી મિસાઈલે અત્યંત ઉચ્ચ સ્તરીય અને અત્યંત જટિલ એવા યુદ્ધાભ્યાસ બાદ લક્ષ્યાંકને એકદમ સચોટ રીતે ધ્વસ્ત કરી બતાવ્યું હતું.

‘બ્રહ્મોસ’ મિસાઈલને ભારતના ‘પ્રાઈમ સ્ટ્રાઈક વેપન’ (મુખ્ય મારક હથિયાર) તરીકે ગણવામાં આવી રહી છે.

આ મિસાઈલ કોઈ પણ મોસમમાં, દિવસ કે રાતના સમયે, સમુદ્ર કે જમીનની સપાટી પર અને હવે આકાશમાં 400 કિલોમીટર દૂર રહેલા ટાર્ગેટને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.

આ મિસાઈલને કારણે ભારતીય નૌકાદળની તાકાત ઘણી વધી ગઈ છે.

‘બ્રહ્મોસ’ મિસાઈલને ભારત તથા રશિયાએ સાથે મળીને બનાવી છે.

બ્રહ્મોસ મિસાઈલ એવી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જેને સબમરીન, યુદ્ધજહાજ, ફાઈટર વિમાનો અને જમીન પરથી પણ ફાયર કરી શકાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular