Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNational‘પાકિસ્તાને કબજે કરેલું કશ્મીર ભાજપ પાછું મેળવશે’

‘પાકિસ્તાને કબજે કરેલું કશ્મીર ભાજપ પાછું મેળવશે’

કઠુઆ (જમ્મુ અને કશ્મીર): કેન્દ્રના કર્મચારીઓની બાબતો, જાહેર ફરિયાદો અને પેન્શન ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે દેશના બંધારણની કલમ 370ને નાબૂદ કરવાના વચનનું જે રીતે પાલન કર્યું છે એ જ રીતે તે પાકિસ્તાને કબજે કરેલા કશ્મીરને મુક્ત કરાવવાના વચનનું પણ પાલન કરશે.

કઠુઆ શહેરમાં મહારાજા ગુલાબસિંહની 20-ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે, લોકો સમજતા નથી કે ભાજપ જે વચનો આપે છે તે પૂરા કરી બતાવે છે. અમે બંધારણની કલમ 370ને નાબૂદ કરી. હવે અમે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજે કરેલા કશ્મીરને મુક્ત કરવાના અમારા વચનનું પણ પાલન કરી બતાવીશું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular