Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalભાજપ-કોંગ્રેસની નજર રાજ્યસભામાં ખાલી પડનારી 51 સીટો પર

ભાજપ-કોંગ્રેસની નજર રાજ્યસભામાં ખાલી પડનારી 51 સીટો પર

નવી દિલ્હીઃ ભાજપ અને કોંગ્રેસની નજર હવે એપ્રિલમાં રાજ્યસભામાં ખાલી પડનારી 51 બેઠકો પર છે. બંને પક્ષો આ બેઠકો પૈકી રાજ્યસભામાં વધુ ને વધુ બેઠકો જીતવા માગશે. જેથી તેમનું રાજ્યસભામાં કદ વધે. વર્ષના એપ્રિલના અંતે રાજ્યસભામાં 51 સભ્યોની મુદત પૂરી થાય છે, જેથી બંને પક્ષો રાજ્યસભામાં તેમનું કદ વધારવા માટે ભારે પ્રયત્નો કરશે.

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને વાયએસઆર કોંગ્રેસ (વાયએસઆસીપી) પણ 245 સભ્યો ધરાવતી રાજ્યસભામાં નોંધપાત્ર સભ્યોનો ઉમેરો કરવા ઇચ્છશે. હાલ ભાજપ માટે ચિંતાનો વિષય એ છે કે ઉપલા ગૃહમાં પક્ષ તેની પાસે સ્પષ્ટ બહુમતી નથી (વળી એનડીએના સાથી પક્ષોમાં પણ ભાજપ સૌથી મોટો પક્ષ છે). જોકે એના લીધે પક્ષને રાજ્યસભામાં ખરડો પસાર કરવામાં ખાસ કંઈ મુશ્કેલી નથી પડતી, કેમ કે તેના માટે બિજુ જનતા દળ અને વાયએસઆરસીપી)નો ટેકો મળી રહે છે.

રાજ્યસભામાં ભાજપના 82 સભ્યો છે, જેમાં કદાચ 13નો ઉમેરો થવાની શક્યતા છે (કેમ કે જે 51 સભ્યોની મુદત પૂરી થવાની છે, તેમાં ભાજપના 18માંથી ચારનો સમાવેશ થાય છે. જોકે બીજેડી ઓરિસ્સામાંથી ત્રણ ખાલી થનારી બેઠકો પૈકી બે જીતી જાય એવી શક્યતા છે અને ભાજપને ફાળે પણ એક આવે સંભાવના છે.આંધ્ર પ્રદેશ વાયએસઆરસીપીના ખિસ્સામાં એપ્રિલમાં ખાલી થનારી સીટો પૈકી ચાર આવે એવી ધારણા છે. આ સાથે ભાજપ હિમાચલ પ્રદેશ અને હરિયાણામાંથી એક-એક સીટ મળે એવી શક્યતા છે.

કોંગ્રેસ રાજ્યસભામાં 46 સભ્યોનું સંખ્યાબળ ધરાવે છે અને આગામી ચૂંટણીઓમાં 10 સીટોનો લાભ થાય એવી શક્યતા છે. એપ્રિલમાં પાર્ટીના 11 રાજ્યસભાના સભ્યોની મુદત પૂરી થવાની છે.

રાજ્યસભામાં જે સભ્યોની મુદત પૂરી થવાની યાદી  છે તેમાં મહારાષ્ટ્રમાંથી સાત જગ્યા, તામિલનાડુમાંથી છ, બિહાર અને પશ્ચિમ બંગાળ –દરેકમાંથી પાંચ-પાંચ, આંધ્ર પ્રદેશ અને ગુજરાત-દરેકમાંથી ચાર-ચાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને ઓરિસ્સા-દરેકમાંથી ત્રણ-ત્રણ, ઝારખંડ અને છત્તીસગઢમાંથી બે-બે અને આસામ, મણિપુર, હરિયાણા અને હિમાચલ પ્રદેશ-દરેકમાંથી એક-એક સીટનો સમાવેશ થાય છે. આ સિવાય વિવિધ રાજ્યોમાંથી પણ રાજ્યસભાની બેઠકો ખાલી પડનારી છે.

રાજ્યસભાના જે સભ્યોની એપ્રિલના અંતે મુદત પૂરી થાય છે, એમાં રાજ્યસભાના ડેપ્યુટી ચેરપર્સન હરિવંશ, એનસીપી નેતા શરદ પવાર અને કેન્દ્રીય સામાજિક અને કલ્યાણપ્રધાન રામદાસ આઠવલે, કોંગ્રસના મોતીલાલ વોરા, તેમની જ પાર્ટીના દિગવિજય સિંહ, મધુસૂદન મિસ્ત્રી, ભાજપના વિજય ગોયલ, અને સત્યનારાયણ જટિયા, ડીએમકેના ટી શિવા અને એઆઇડીએમકેના વિજ્લા સત્યનાથ વગેરેનો સમાવેશ થાય છે.

ભાજપ અને કોંગ્રેસે-બંનેના પક્ષમાં કેટલાક વરિષ્ઠ પ્રધાનો અને કાર્યકરોએ આ માટે ચર્ચાવિચારણા શરૂ થઈ ગઈ છે.

ભાજપ અને કોંગ્રેસ બંનેના કેટલાક વરિષ્ઠ કાર્યકરોએ આગ્રહ કર્યો હતો કે તેમના સંબંધિત પક્ષોએ ઉમેદવારોની ચર્ચા કરવાનું બાકી રાખ્યું છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular