Sunday, July 6, 2025
Google search engine
HomeNewsNationalભાજપ રમજાન પહેલાં જાણીબૂજીને CAA લાવ્યોઃ મમતા બેનરજી

ભાજપ રમજાન પહેલાં જાણીબૂજીને CAA લાવ્યોઃ મમતા બેનરજી

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે સોમવારે સિટિઝન એમેડમેન્ટ એક્ટ (CAA)નું નોટિફિકેશન જારી કરી દીધું છે. લોકસભા ચૂંટણી, 2024થી પહેલાં એને સરકારનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જોકે વિરોધ પક્ષોએ ભાજપ પર હુમલો કરી દીધો હતો. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)નાં અધ્યક્ષ મમતા બેનરજીએ ભાજપને આડે હાથ લીધો હતો.

તેમણે કહ્યું હતું કે અમે CAAનો સ્વીકાર ના તો કર્યો છે અને ના કરીશું. તમારી પાસે સંપત્તિ છે, સાઇકલ છે, જમીન છે, આધારકાર્ડ છે, પરંતુ તમે વિચાર્યું છે કે તમે વિદેશી થઈ જશો. ભાજપે બે સીટો જીતવા માટે તમારા લોકો સાથે ચીટિંગ કરી રહ્યો છે. એ નિયમ બંધારણના ધર્મનિરપેક્ષ સ્વરૂપને નુકસાન પહોંચાડી રહ્યો છે.તેમણે કહ્યું હતું કે CAAને લઈને કોઈ સ્પષ્ટતા નથી. જે લોકોથી ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું છે, તેઓ એ ક્ષણથી ગેરકાયદે પ્રવાસી બની જશે. એ પછી તેમની સંપત્તિનું શું થશે? આ નાગરિકોના અધિકારોને છીનવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ભાજપ પર હુમલો કરતાં TMC વડાંએ વધુમાં કહ્યું હતું કે તેઓ વિચારી રહ્યા છે કે અમે છક્કો માર્યો છે, પણ ઝીરો છે. આવતી કાલથી રમજાન શરૂ થઈ રહ્યો છે. તેમણે એ વિચારીને દિવસની પસંદગી કરી છે. મ્યાનમાર કેમ ના થયો અને અફઘાનિસ્તાન કેવી રીતે થઈ ગયો લિસ્ટમાં? તમે લોકો જેવી અરજી કરશો તમારા અધિકાર છીનવાઈ જશે. એ NRCની સાથે જોડાયેલો છે. ડિટેનેશન કેમ્પમાં નાખી દેવામાં આવશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular